સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 4 ઑક્ટોબર 2021 (11:26 IST)

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની રસ્તામાં સીતાપુરમાં ધરપકડ કરાઈ જેમાં તેમની યુપી પોલીસ સાથે આકરી બોલાચાલી થઈ

લખનઉ: પોલીસ સ્ટેશનની સામે પોલીસની કાર સળગાવાઇ
લખનઉમાં અખિલેશ યાદવ ધરણા પર બેઠા છે તે સ્થળથી થોડા અંતરે એક પોલીસ વાહનને આગ ચાંપી દેવામાં આવી હતી. લખનઉમાં ગૌતમપલ્લી પોલીસ સ્ટેશન સામે જ પોલીસની ગાડી સળગાવી દેવામાં આવી હતી. 
- મોડી રાત સુધી ચાલેલા હંગામાને પગલે અફવાઓ ફેલાવાની સંભાવનાને જોતા આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.
- ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી આશિષ મિશ્રાનો પુત્રએ તેમના સાથીઓને કારથી ટક્કર મારી હતી. 
- ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની કાર દ્વારા કચડાઈ જવાથી ખેડૂતોના મોતના સંદર્ભમાં પોલીસે આશિષ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
લખીમપુર ખીરીના ક્ષેત્રમાં થયેલી હિંસામાં ખેડૂતો સહિત 8 લોકોના મોત થયા છે. આ બાદ સોમવારે સ્થળ પર જઈ રહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની રસ્તામાં સીતાપુરમાં ધરપકડ કરાઈ જેમાં તેમની યુપી પોલીસ સાથે આકરી બોલાચાલી થઈ છે.