શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 20 જુલાઈ 2018 (23:32 IST)

#NoConfidenceMotion : મોદી સરકાર પાસ, 126ના મુકાબલે 325 વોટોથી અવિશ્વાસ પ્રસ્તાવ રદ્દ

આજે લોકસભામાં એનડીએ સરકાર વિરુદ્ધ વિપક્ષો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ માટે ધ્વનિમત લેવામાં આવ્યો હતો.  લોકસભામાં આજે મોદી સરકારની વિરૂદ્ધ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી હતી.  ચોમાસું સત્રનો આજનો દિવસ રાજકારણ માટે ઐતિહાસીક દિવસ માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે લોકસભામાં આખો દિવસ લગભગ 10 દિવસ ચાલેલી ચર્ચા પછી મોદીએ જવાબ આપ્યો હતો.
 
આ માટે પ્રત્યેક સાંસદોની બેઠક પર આપવામાં આવેલી ઓટોમેટિક સિસ્ટમના બટન દાબીને પણ ઉપયોગ કરાયો હતો. જેમાં હોર્ન વાગતા એક સાથે બટન દબાવવાના હતા. નો ટ્રસ્ટ મોશનમાં કુલ 451માંથી સરકાર વિરુદ્દ 126 મતો પડ્યા, જ્યારે સરકારની તરફેણમાં 325 મતો પડ્યા છે.
 
 
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીનું સંબોધન
 
મોદીએ તમામ સભ્યોનો આભાર સાથે સંબોધનની શરૂઆત કરી હતી. એક મોટા વર્ગે આ અવિશ્વાસ પ્રસ્તાવને નકાર્યો છે. મોદીએ તમામ સભ્યોનો આભાર સાથે સંબોધનની શરૂઆત કરી હતી. એક મોટા વર્ગે આ અવિશ્વાસ પ્રસ્તાવને નકાર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે સંસદમાં બહુમત નહીં ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. રાહુલ ગાંધીને ગળે મળવાના અવસર પર પીએમ મોદીએ કહ્યું- અમુક લોકોને ખુરશી સુધી પહોંચવાની ઉતાવળ છે. દેશે આજે વિકાસ પ્રત્યેની નકારાત્મકતા જોઈ છે.
-પીએમ મોદીએ ભાષણના અંતમાં કહ્યું કે હું વિપક્ષની તમામ પાર્ટીઓને 2024માં ફરી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે આમંત્રણ આપુ છું
 
-પીએમ મોદીએ કહ્યું - કૉંગ્રેસે અર્થવ્યવસ્થાને ખોખલી કરી દીધી. 2009 થી 2014 સુધી બેન્કોને લૂંટવાનો ખેલ ચાલતો રહ્યો. આઝાદીના 60 વર્ષમાં આપણા દેશની બેન્કોએ લોન તરીકે જે રકમ આપી હતી તે 18 લાખ કરોડ હતી પરંતુ 2008 થી 2014ની વચ્ચે 18 લાખ કરોડથી 52 લાખ કરોડ થઈ ગઈ.
 
-એનડીએ સરકાર આંધ્ર પ્રદેશના લોકની આશા, આકાંક્ષાઓને પૂરી કરવા માંગે છે પરંતુ સરકાર નાણાકિય આયોગની ભલામણથી બંધાયેલી છે. તેથી સરકારે આંધ્ર પ્રેદશને અલગથી સ્પેશિયલ અસિસ્ટેન્ટ પેકેજ આપ્યું જે માટે તેમણે નાણામંત્રીનો આભાર પણ માન્યો.
 
-કોંગ્રેસ દેશના  જમીનથી કપાઈ ચૂકી છે. તેથી તે ચૂંટણી જીતવાના શોર્ટકટ શોધી રહી છે.
 
-પીએમ મોદીએ કહ્યું- હું અહીં સવા સો કરોડ દેશવાસિઓના આર્શિવાદથી છું. તમે આ પ્રસ્તાવ દ્વારા તે લોકોનું અપમાન ના કરો.અમારી પાસે સંખ્યા બળ છે એટલે અમે અહીંયા છે.
-પીએમ મોદીએ કહ્યું- આ સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, આ તો કોંગ્રેસના ગઠબંધનનો ફ્લોર ટેસ્ટ છે. લોકશાહીમાં જનતા ભાગ્ય વિધાતા હોય છે એક મોદીને હટાવવા માટે જેની સાથે સામે બોલવાનો સંબંધ નહતો, બોલવાનો સંબંધ નહતો તે લોકોને ભેગા કર્યા છે.
- કોંગ્રેસે તેમના સંભવીત સાથીઓની પરીક્ષા લેવી હોય તો લે પણ અવિશ્વાસ પ્રસ્તાવનું બહાનું ના કાઢે
-પીએમ મોદીએ કહ્યું, દેશમાં 30 વર્ષ બાદ પૂર્ણ બહુમતની સરકાર આવી છે. સંસદમાં બહુમત નથી તો પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.