શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 23 જૂન 2021 (16:00 IST)

સાર્વજનિક ક્ષેત્રના બે ભંડારણ કંપનીઓનો વિલય

સરકારે બુધવારે સાર્વજનિક ક્ષેત્રના સેંટ્રલ વેયરહાઉસિંગ કોર્પોરેશન સાથે સેંટ્રલ રેલસાઈડ વેયરહાઉસ કંપની લિમિટેડના વિલયની મંજુરી આપી દીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે અહી થયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ અસરના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
 
બંને કંપનીઓના મર્જરના પરિણામે કાર્યક્ષમતા, મહત્તમ ક્ષમતાના ઉપયોગ, પારદર્શિતા, રેલસાઇડ વેરહાઉસિંગમાં મૂડી પ્રવાહ અને રેલસાઇડ વેરહાઉસ સંકુલના રોજગાર ઉત્પન્ન વ્યવસ્થાપન ખર્ચમાં ઘટાડો થવાની સંભાવના છે. કોર્પોરેટ ઓફિસ ભાડા, કર્મચારીના પગાર અને અન્ય વહીવટી ખર્ચમાં ઘટાડાને કારણે ઓછામાં ઓછી 5 કરોડ રૂપિયાની બચત થશે. આ મર્જરથી માલ-શેડ સ્થળોની નજીક ઓછામાં ઓછા 50 વધુ રેલસાઇડ વેરહાઉસ સ્થાપિત કરવામાં સુવિધા મળશે.
 
આ સિવાય સિમેન્ટ, ખાતર, ખાંડ, મીઠું અને સોડા વગેરેના સંગ્રહ માટે વધારાની જગ્યાની ઉપલબ્ધતામાં વધારો થશે. આનાથી કુશળ કામદારો માટે 36,500 શ્રમ દિવસ  અને અકુશળ કામદારો માટે 9,12,500 શ્રમ દિવસ બરાબર રોજગારની તકો ઉભી થવાની સંભાવના છે. મર્જર પ્રક્રિયા આઠ મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે.