સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 28 ડિસેમ્બર 2016 (17:39 IST)

UP Election 2017 - સપાએ 325 કૈડિડેટ્સનુ લિસ્ટ રજુ કર્યુ, કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહી

સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવે આજે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા પોતાની પાર્ટીના 325 ઉમેદવારોની યાદી રજુ કરી. મુલાયમ સિંહે કહ્યુ કે અખિલેશ જ્યાથી ઈચ્છે ત્યાથી ચૂંટણી લડશે. આ તેની ઈચ્છા પર નિર્ભર છે.  તેમણે કહ્યુ કે અમે કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહી કરીએ અને અમારા દમ પર જ ચૂંટણી લડીશુ. તેમણે કહ્યુ કે બાકી 78 સીટોના નામની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે.  આ દરમિયાન તેમણે કહ્યુ કે યૂપી જીતનારો દિલ્હી જીતે છે. આ ચૂંટણી 28 ફેબ્રુઆરીથી થશે.  લખનૌ કૈંટથી મુલાયમની વહુ અપર્ણા યાદવ ચૂંટણી લડશે. 
 
પાર્ટી પ્રમુખે કહ્યુ કે બધા ઉમેદવારો સમજી વિચારીને પસંદ કરવામાં આવ્યા છે. જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તેમા શિવપાલનું પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યુ છે. શિવપાલના પસંદગીના ચેહરાઓની આ લિસ્ટમાં ભરમાર છે.  અયોધ્યાથી અખિલેશ કેબિનેટમાં મંત્રી અને તેમના નિકટના પવન પાંડેને ટિકિટ મળી નથી.  તો બીજી બાજુ આશૂ મલિકને ધક્કો મારવા માટે સમાચારમાં રહ્યા હતા.  બેની પ્રસાદ વર્માના પુત્ર રાકેશ વર્માને બારાબંકીથી ટિકિટ મળી છે.  અરવિંદ સિંહને પણ નથી મળી ટિકિટ તેઓ બારાબંકીથી એમએલએ છે. અખિલેશના પણ નિકટના છે.  ઓમ પ્રકાશ સિંહ અને શાદાબ ફાતિમા, જેમને અખિલેશે મંત્રીમંડળમાંથી બહાર કર્યા હતા તેમને બંનેને ટિકિટ મળી છે.  આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ રામુપરના સ્વારથી ચૂંટણી લડશે. રામગોવિંદ ચૌધરી મંત્રી બલિયાને ટિકિટ નથી મળી. અરુણ વર્મા એમએલએ સુલ્તાનપુરને ટિકિટ નથી મળી. આ અખિલેશના પસંદગીના હતા. 
 
તાજેતરના દિવસોમાં સૂબેના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવના ભાઈ શિવપાલ યાદવ વચ્ચે સીટોની વહેંચણીને લઈને ખેંચતાણ સ્પષ્ટ જોવા મળી. અખિલેશે પોતાની પસંદગીના ઉમેદવારોની લિસ્ટ મુલાયમને સોંપી હતી. જેના પર શિવપાલે નારાજગી બતાવી હતી.  તેના પર પાર્ટી સુપ્રીમોએ કહ્યુ કે સૌને પોત પોતાના હિસાબથી લિસ્ટ મોકલી છે.  જેટલુ શક્ય બની શકે મે એડજસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ ફાઈનલ યાદી મારી પસંદગીની છે.