બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુજફફરપુર. , મંગળવાર, 31 જુલાઈ 2018 (13:26 IST)

મુજફ્ફરપુર યૌન શોષણ - આરોપી બ્રજેશના એક વધુ આશ્રમમાંથી 11 યુવતીઓ ગાયબ

બિહારના મુજફ્ફરપુર સ્થિત બાલિકા આશ્રય ગૃહમાં યૌન શોષણ અને ત્યાની છ યુવતીઓના ગાયબ થવાની ઘટનાનુ રહસ્ય એક એક કરીને ખુલી રહ્યુ છે. આ દરમિયાન ઘટનાના મુખ્ય આરોપિ બ્રજેશ ઠાકુર દ્વારા જ સંચાલિત એક અન્ય આશ્રય ગૃહમાંથી 11 યુવતીઓના લાપતા થવાથી સનસની મચી ગઈ છે. ઘટનાની એફઆઈઆર નોંધીને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 
 
માહિતી મુજબ મુજફ્ફરપુરમાં અસહાય સ્ત્રીઓ માટે બ્રજેશ દ્વારા સંચાલિત આશ્રય ગૃહ સ્વાધાર કેન્દ્રમાંથી 11 યુવતીઓ શંકાસ્પદ પરિસ્થિત્માં ગાયબ થઈ ગઈ છે. આ ફરિયાદ મહિલા પોલીસચોકીમાં સોમવારે એફઆઈઆર નોંધીને કરવામાં આવી. 
 
ઉલ્લેખનીય છે કે બાલિકા આશ્રય ગૃહની યુવતીઓ સાથે યૌન શોષણનો મામલો પ્રકાશમાં આવ્યા પછી ઉતાવળમાં બ્રજેશ ઠાકુરની સ્વયંસેવી સંસ્થા સેવા સંકલ્પ દ્વારા બેસહારા મહિલાઓ માટે સંચાલિત સ્વાધાર કેન્દ્રને બંધ કરવામાં આવ્યુ હતુ. ત્યા ગોઠવાયેલા બધા કર્મચારી ત્યાથી ભાગી નીકળ્યા હતા.  ત્યારબાદ ત્યા રહેનારી યુવતીઓ ક્યા ગઈ એ જાણ ન થઈ. બાળ સંરક્ષણ એકમને પણ સ્વાધારના સંચાલક દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી નહી. 
 
આ લાપતા યુવતીઓ સાથે કોઈ પ્રકારની અપ્રિય ઘટના ન થઈ જાય તેને લઈને વિભાગ ચિંતિત છે. સમાજ કલ્યાણ વિભાગ પાસેથી માર્ગદર્શન માગ્યા પછી સહાયક નિર્દેશકે પ્રાથમિકીની કોશિશ કરી. થોડા દિવસ પહેલા ટીમ જ્યારે ત્યા તપાસ માટે પહોંચી તો ત્યા તાળુ હતુ. ઘટનાને લઈને બ્રજેશ ઠાકુર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.