શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 11 મે 2017 (17:39 IST)

માયાવતીએ મુસલમાનોને કહ્યુ, "દાઢીવાલા કુત્તા" - નસીમુદ્દીન સિદ્દીકી

બહુજન સમાજ પાર્ટીમાંથી નિષ્કાષિત નેતા નસીમુદ્દીન સિદ્દીકી ગુરૂવારે સાંજે પાર્ટી સુપ્રીમો માયાવતી વિરુદ્દ કોંફ્રેસ કરી રહી છે. નસીમુદ્દીને પ્રેસ કોન્ફ્રેંસમાં કહ્યુ કે તેઓ ઘટનાક્રમ્વિશે સંપૂર્ણ માહિતી આપવા માંગે છે. તેમણે કહ્યુ કે મારા અને મારા પુત્ર વિરુદ્ધ જે અનર્ગલ આરોપ લગાવ્યા છે તેના વિશે 
 
ચૂંટણી પછી માયાવતીએ મને દિલ્હી બોલાવીને કહ્યુ, "જે હુ જાણવા માંગુ છુ સત્ય સત્ય બતાવો. સિદ્દીકીએ કહ્યુ માયાવતીએ મને પૂછ્યુ મુસલમાનોએ બસપાને વોટ કેમ ન આપ્યો. મે કહ્યુ કે મુસલમાનોએ વોટ આપ્યો પણ કોંગ્રેસ-સપા ગઠબંધન પછી મુસલમાન ભ્રમમાં આવ્યા અને મુસલમાન વોટ વહેંચાઈ ગયા. 
 
પણ બહેનજી તે વાત પર સહમત ન થઈ. તેણે કહ્યુ કે મુસલમાન ગદ્દાર છે. માયાવતીએ મુસલમાનોને કહ્યુ કે - યે દાઢીવાલે કૂત્તે મુઝસે મિલને આતે થે. 
 
 નસીમુદ્દીને કહ્યુ કે મને ખોટા આરોપ લગવીને પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે 19 એપ્રિલના ભાષણમાં માયાવતીએ કાંસીરામ વિરુદ્ધ ઝેર ઓક્યુ. સિદ્દીકીએ બસપા સુપ્રીમો પર ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર લેવદ-દેવડનો આરોપ લગાવ્યો હતો. 
 
તેમણે કહ્યુ કે માયાવતી અને સતીશ મિશ્રા એંડ કંપનીએ બસપા પાર્ટીને ખતમ કરવાની કોશિશ કરી. તેમણે કહ્યુ કે માયાવતી ઈચ્છે છે કે ત્યારબાદ દલિત સમાજનો કોઈપણ વ્યક્તિ તેમની હૈસિયત સુધી ન પહોંચે