રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 19 નવેમ્બર 2021 (09:35 IST)

PM નરેન્દ્ર મોદીની ત્રણ કૃષિકાયદા પરત લેવાની જાહેરાત, રાષ્ટ્રજોગ સંબોધનમાં બીજું શું બોલ્યા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતી વખતે ત્રણેય કૃષિકાયદા પરત લેવાની જાહેરાત કરી છે.
 
વડા પ્રધાને સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, "આજે દેવદિવાળીનો પવિત્ર પર્વ છે, આજે ગુરુ નાનકજીનો પણ પવિત્ર પ્રકાશપર્વ છે."
 
"હું વિશ્વના તમામ લોકોને આ પવિત્ર તહેવારના દિવસે શુભેચ્છા પાઠવું છે."
 
કૃષિકાયદા અંગે શું બોલ્યા?
ત્રણ કૃષિકાયદા લાવવામાં આવ્યા હતા, જેથી ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત અને એ માટે વધારે વિકલ્પો મળી રહે.
આ માટે વર્ષોથી દેશના ખેડૂતો રાહા જોઈ રહ્યા હતા.
આ કાયદાઓ પર સંસદમાં મંથન થયું અને કાયદા લાવવામાં આવ્યા હતા.
દેશમાં ખૂણે-ખૂણે કરોડો ખેડૂતોએ આ કાયદાનું સમર્થન કર્યું હતું, હું આજે તેમનો આભાર માનું છું.
અમારી સરકાર નાના ખેડૂતોના કલ્યાણ માટે અને દેશના કૃષિજગતના હિત માટે આ કાયદા લાવી હતી, પણ આ અંગે અમે કેટલાક ખેડૂતોને સમજી ન શક્યા.
ખેડૂતોનો એક વર્ગ જ આનો વિરોધ કરી રહ્યો હતો, છતાં એ અમારા માટે મહત્ત્વપૂર્ણ વાત હતી.
અમે એ ખેડૂતોને અનેક માધ્યમોથી સમજાવવાન પ્રયાસ કર્યો.
હું આજે દેશવાસીઓની ક્ષમા માગીને પવિત્ર હૃદયથી કહેવા માગું છું કે કદાચ અમારી કોઈ તપસ્યામાં જ કોઈ ખામી હશે કે અમે આ વાત કેટલાક ખેડૂતોને સમજાવી ન શક્યા.
આજે પ્રકાશપર્વ છે, આજે હું પૂરા દેશના કહેવા આવ્યો છું કે અમે ત્રણ કૃષિકાયદા પરત લેવાનો નિર્ણય લીધો છે.
 
કોણ જાણે કેટલી પેઢીઓથી જે સપનાં જોવાતાં હતાં, એ સપનાં આજે ભારત પૂરાં કરી રહ્યું છે.
મેં મારા જાહેરજીવનમાં ખેડૂતોની સમસ્યાઓ જાણી અને સમજી છે, એટલે વડા પ્રધાન બન્યા બાદ કૃષિકલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી.
દેશના 100માંથી 80 ખેડૂતો નાના ખેડૂતો છે. એમની પાસે બે હૅક્ટરથી પણ ઓછું જમીન છે.
આ નાના ખેડૂતોની સંખ્યા દસ કરોડ કરતાં પણ વધારે છે.
દેશના નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા અમે બીજ, ખાતર સહિતની બાબતો પર કામ કર્યું છે.
અમે 22 કરોડ સોઇલ હેલ્થકાર્ડ ખેડૂતોને આપ્યાં છે, જેના કારણે કૃષિઉત્પાદન વધ્યું છે.
આપત્તિના સમયમાં ખેડૂતોના વધુમાં વધુ વળતર મળે એવો પ્રયાસ અમે કર્યો છે અમે નાના ખેડૂતોના બૅન્કખાતાંમાં પૈસા ટ્રાન્સફર કર્યાં.
ખેડૂતોને તેમની મહેનતના બદલે યોગ્ય વળતર મળે એ માટે અનેક પગેલાં લેવામાં આવ્યાં.
આજે કેન્દ્ર સરકારનું કૃષિબજેટ અગાઉની તુલનામાં પાંચગણું થયું છે.
પશુપાલન અને મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતોને પણ લાભ મળવાના શરૂ થઈ ગયા છે.
અમારી સરકાર ખેડૂતો માટે એક પછી એક પગલાં લઈ રહી છે.