સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: કલકત્તા. , સોમવાર, 11 જાન્યુઆરી 2021 (10:21 IST)

Kalyan Banerjee: નહી તો મારી હાલત પણ હાથરસ જેવી થતી.. સીતા પર TMC સાંસદ કલ્યાણ બેનર્જીના નિવેદનથી બબાલ

પશ્ચિમ બંગાલ વિધાનસભા ચૂંટણીને લઈને કોઈને કોઈ હંગામો સામે આવી રહ્યો છે આ દરમિયાન બંગાળમાં એક વીડિયો વાયરલ થવાથી બબાલ મચી છે. વાયરલ વીડિયોમાં કલ્યાણ બેનર્જી કહી રહ્યા છે. સીતાએ ભગવાન રામને કહ્યુ કે સારુ થયુ મારુ અપહરણ રાવણે કર્યુ હતુ નહી તેમના ચેલાઓએ. નહી તો મારી હાલત પણ હાથરસ જેવી થતી.' 
 
2021 ની વિધાનસભાની ચૂંટણીમાં  મળી જશે જવાબ
ઉલ્લેખનીય છે કે ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બેનર્જી દેવી સીતાને અપમાનજનક ભાષામાં કંઇક કહેતા જોવા મળી રહ્યા છે. હાવરાના ગોલીબારી પોલીસ સ્ટેશનમાં બેનર્જી વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. બીજી બાજુ આ સાથે જ ભાજપના નેતા લોકેટ ચેટર્જીએ કલ્યાણ બેનર્જીના નિવેદનની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે તે આપણી પરંપરા, મહાભારત અને રામાયણનું અપમાન કરી રહ્યા છે. તેમને જવાબ 2021 ની વિધાનસભા ચૂંટણીમાં મળશે.
 
બંગાળી સમાજ દુ:ખી છે : આશિષ
 
ભાજયુમોના સભ્ય આશિષ જયસ્વાલે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. જયસ્વાલે કહ્યું છે કે ટીએમસી સાંસદના નિવેદનથી બંગાળી સમાજને દુખ થયું છે. ફરિયાદ નોંધાવી છે તેમણે કહ્યુ છે અમે ઇચ્છીએ છીએ કે તેઓ તેમની નિવેદન બદલ માફી માંગે.
 
મહિલા સીએમ હોવા છતા બળાત્કારના વધુ કેસ 
 
સાંસદ કલ્યાણ બેનર્જી પર ભાજપના નેતા લોકેટ ચેટર્જીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને ઘેરી લીધા છે અને કહ્યું  કે એક મહિલા મુખ્યમંત્રી હોવા છતા રાજ્યમાં બળાત્કાર સૌથી વધુ થાય છે. પહેલા મમતાએ પોતાના રાજ્ય તરફ ધ્યાન આપવુ જોઈએ. ત્યારબાદ તેમણે રાજસ્થાન, યુપી અને બિહાર તરફ જોવું જોઈએ. ભાજપ નેતા અને પૂર્વ મેઘાલયના રાજ્યપાલ તથાગત રોયે પણ ટીએમસી સાંસદના નિવેદનની નિંદા કરી છે.