સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 6 એપ્રિલ 2019 (11:53 IST)

પુલવામાં એ દુનિયામાં વિશ્વાસ ઉભો કર્યો કે ભારત જે કહે છે તે સાચુ છે - PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ખાનગી ચેનલને આપેલ ઈંટરવ્યુમાં કહ્યુ કે આતંકવાદ વિરુદ્ધ આખી દુનિયા લડી રહી છે. અમારી કોશિશ છે કે આતંકવાદને અજેંડા બાનવીને આખી દુનિયામાં બતાવ્યુ કે પાકિતાન ભારતમાં આતંકવાદનો નિકાસ કરવાનો ઉદ્યોગ ચલાવે છે. તેમણે કહ્યુ કે પુલવામાએ દુનિયામાં વિશ્વાસ ઉભો કર્યો છે કે ભારત જે કહે છે તે સાચુ છે. આ કારણે જે એયર સ્ટ્રાઈક કરી તો આખી દુનિયા અમારી સાથે ઉભી હતી. 
 
ઈંટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યુ કે એક સમય હતો જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર એક સમયે ફક્ત રૂસ આપણી સાથે રહેતુ હતુ અને બાકી દુનિયા પાકિસ્તાન સાથે. પાંચ વર્ષમાં હવે એકલુ ચીન પાકિસ્તાન સાથે છે અને બાકી દુનિયા ભારત સાથે. જ્યા સુધી ભારતનો સવાલ છે ભારત સારી રીતે જાણે છે કે ભાજપા સરકાર અને મોદીની નીતિ આતંકવાદ વિરુદ્ધ જીરો ટૉલરેંસ કરી છે. 
 
તેમણે કહ્યુ કે ઉરી પછી પણ મે સાર્વજનિક રૂપે કહ્યુ કે હુ જવાનોના લોહીને બેકાર નહી જવા દઉ. પુલવામાં પછી કહ્યુ કે તેમણે મોટી ભૂલ કરી છે.  પછી મે જે કાર્યવાહી કરી એ સામાન્ય લોકોની ઈચ્છા હતી. 
 
ઓપરેસ્યન ટૉપોજ ના ફ્લોપ થવા છતા પાકિસ્તાનની હરકતો ઓછી થઈ નથી. શુ તમને લાગે છે કે પાકિસ્તાન સાથે વાતચીતનો દરવાજો બંધ થઈ ગયો છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર જ વાત કરવી પડશે ? આ સવાલના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જુઓ જ્યારે હુ પીએમ બન્યો નહોતો, શપથ પણ લીધી નહોતી મે પાક્સિતાન્ના પ્રધાનમંતીને શપાથ ગ્રહણ માટે બોલાવ્યો તો ફક્ત દેશના હિત માટે, આ જાણતા પણ કે ભાજપા અને તેના સમર્થક વર્ગમાં આને લઈને શુ પ્રતિક્રિયા થશે. મે સંદેશ આપ્યો હતો કે હા અમે નિર્ણાયક અવસ્થામાં જઈશુ. ત્યારબાદ હુ લાહોર ગયો. ત્યારબાદ પણ આવી હરકતો થઈ. દુનિયાએ તો જોયુ છે કે મોદીએ તો શરૂઆત કરી હતી હાથ મિલાવવાની  હુ દુનિયાને એ વાત સમજાવતો હતો કે મૈત્રીના રસ્તે પણ હુ આગળ વધ્યો હતો અને દુશ્મનીના રસ્તા પર પણ મારી પૂરી તૈયારી છે. આ વિશ્વ મોદીની વાત પર વિશ્વાસ કરે છે.   પાકિસ્તાને તો પુરી કોશિશ કરી પણ તેને મેં કઠઘરામાં ઉભો કરી દીધો.