શુક્રવાર, 13 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 ડિસેમ્બર 2024 (17:30 IST)

બંગાળની ખાડીની ઉપર લો પ્રેશરથી તામિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આગાહી કરી

rain
Rain in south - તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં બુધવાર રાત્રે ભારે વરસાદ થયો. હાલ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં 13 ડિસેમ્બરના દિવસે ભારે વરસાદની શક્યતા છે.
 
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર તંજાવુરમાં ગત રાત્રે ભારે વરસાદ પડ્યો છે.
 
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર ગુરુવારના ભારે વરસાદની સંભાવનાને કારણે ચન્નાઈ, વિલ્લુપુરમ, મયિલાદુથુરાઈ, રાનીપેટ અને તિરુવલ્લૂરમાં શાળાઓ બંધ રહેશે.
 
ભારતના હવામાન વિભાગ અનુસાર,"બંગાળની ખાડીની ઉપર બનેલા લો પ્રેશરથી 13 ડિસેમ્બર સુધી તામિલનાડુમાં ભારે વરસાદ થવાની શક્યતા છે."
 
આ દરમિયાન તામિલનાડુ અને પુડ્ડુચેરીના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
 
સાથે જ હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે