1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 18 માર્ચ 2017 (18:17 IST)

યોગી આદિત્યનાથ બન્યા UPના નવા સીએમ

ઉત્તર પ્રદેશમાં બીજેપીની બંપર જીત પછી આગામી મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને પાર્ટીની શોધ પુર્ણ થઈ ચુકી છે. યોગી આદિત્યનાથ યૂપીના નવા સીએમ બની ગયા છે. ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળની બેઠક પછી સૂબાના નવા સીએમનુ એલાન કર્યુ.  કેશવ પ્રસાદ મોર્ય અને દિનેશ શર્મા બન્યા ડિપ્ટી સીએમ. 
 
- લખનૌના VVIP ગેસ્ટ હાઉસમાં યોગી આદિત્યનાથ અને યૂપી બીજેપીના પ્રભારી વેંકૈયા નાયડૂ વચ્ચે ખતમ થઈ ગઈ છે. બંને ધારાસભય દળની બેઠકમાં ભાગ લેવા માટે નીકળ્યા 
- ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલ બેઠક અમાં ભાગ લેવા માટે અનુપ્રિયા પટેલ અને કેશવ પ્રસાદ મોર્ય પણ પહોંચ્યા 
- ધારાસભ્ય દલની બેઠક પહેલા લખનૌના VVIP ગેસ્ટ હાઉસમાં યોગી આદિત્યનાથ અને યૂપી બીજેપીના પ્રભારી વેંકૈયા નાયડૂ વચ્ચે આ સમયે એક બેઠક ચાલી રહી છે. 
- આ દરમિયાન હવે યોગી આદિત્યનાથ સીએમની રેસમાં સૌથી આગળ બતાવાય રહ્યા છે. જ્યારે કે સમાચાર મળી રહ્યા છે કે બીજેપી યૂપીમાં બે લોકોને ડિપ્ટી સીએમ બનાવી શકે છે.