1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 26 માર્ચ 2023 (15:52 IST)

UP News: વારાણસીના હોટલનાં રૂમમાંથી ભોજપુરી અભિનેત્રીની લાશ લટકેલી મળી

ભોજપુરી અભિનેત્રી અને મોડલ આકાંક્ષા દુબેએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આત્મહત્યા કરી લીધી છે. અહેવાલ છે કે અભિનેત્રીનો મૃતદેહ હોટલના રૂમમાં લટકતો જોવા મળ્યો હતો. માહિતી મળતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 
 
આકાંક્ષા શૂટિંગ માટે વારાણસીમાં હતી
મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાની રહેવાસી 25 વર્ષની આકાંક્ષા દુબે ભોજપુરી ફિલ્મો અને ગીતોની જાણીતી અભિનેત્રી હતી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આકાંક્ષા દુબે એક ફિલ્મના શૂટિંગ માટે વારાણસીમાં હતી. શૂટિંગ બાદ તે સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોમેન્દ્ર હોટેલમાં ગઈ હતી. આ પછી તેનો .લાશ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે.