રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (22:57 IST)

MP: ઉજ્જૈન રેપ કેસનો મુખ્ય આરોપી એન્કાઉન્ટરમાં ઘાયલ, પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ

ujjain girl rape
Ujjain Minor rape case update: ઉજ્જૈનમાં માસુમ બાળકી પર બળાત્કારના સમાચારે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ શરમજનક અને જઘન્ય અપરાધની તપાસ ચાલુ છે. આ દરમિયાન મધ્યપ્રદેશ પોલીસને બાળકીના અપરાધીઓની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. આ કેસમાં જિલ્લા પોલીસે મુખ્ય આરોપી ભરત સોનીની ધરપકડ કરી છે. આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન તે ઘાયલ થયો હતો.
 
સૂત્રોના હવાલાથી ટાંકીને આ મામલે જે મુખ્ય અપડેટ્સ સામે આવ્યા છે તે મુજબ,
 
1. પોલીસે મુખ્ય આરોપીની અટકાયત કરી. આરોપી ઓટો ડ્રાઈવર હોવાનું કહેવાય છે.
2. યુવતી અલગ-અલગ જગ્યાએ 6 લોકોને મળી હતી.
3. આમાંથી 4 ઓટો ડ્રાઈવર અને 2 રાહદારીઓ હતા.
4. ત્રણ ઓટો ડ્રાઈવરની પૂછપરછ કર્યા બાદ પોલીસ ચોથા ઓટો ડ્રાઈવર સુધી પહોંચી. જેણે આ સમગ્ર ઘટના બાદ પોતાની ઓટોની અંદરના પુરાવા સાથે ચેડા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આટલું જ નહીં તેણે તેની
ઓટોની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરી હતી.
5. આરોપી ઓટો ડ્રાઈવરનો ફોન પણ છેલ્લા 24 કલાકથી બંધ હતો. મળતી માહિતી મુજબ મુખ્ય આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે.

ઉજ્જૈન પોલીસનું નિવેદન
 
આ કેસની તપાસ સાથે જોડાયેલા ઈન્સ્પેક્ટર અજય કુમારે કહ્યું કે આજે અમે ઘટનાસ્થળ પર ક્રાઈમ સીન રિક્રિએટ કરવા અને યુવતીએ પહેરેલા કપડા પરત મેળવવા પહોંચ્યા. તક મળતાં ભરત સોનીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મચારીઓએ તેનો પીછો કરી તેને પકડી લીધો હતો. આ દરમિયાન તે પડી ગયો હતો. તેને હાથ અને પગમાં ઈજા થઈ હતી.