નીરવ મોદીને ભારત લાવવામાં આવશે, લંડન કોર્ટનો નિર્ણય, ગુનેગાર સાબિત કરવા માટે પર્યાપ્ત પુરાવા

લંડન.| Last Modified ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2021 (17:53 IST)
પંજાબ નેશનલ બેંકમાંથી લગભગ બે અબજ ડોલરની છેતરપિંડીના કેસમાં બ્રિટીશ કોર્ટે વોન્ટેડ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીના ભારત પ્રત્યર્પણ કેસનો ચુકાદો આપ્યો છે. લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ન્યાયાધીશ સેમ્યુઅલ ગુગીએ કહ્યું કે હું સંતુષ્ટ છું કે તમને દોષી ઠેરવવા માટે પૂરતા પુરાવા છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે નીરવ મોદીએ પુરાવાઓને નષ્ટ કરવા અને સાક્ષીઓને ડરાવવાનું કાવતરું કર્યું હતું.
બ્રિટિશ કોર્ટે નીરવ મોદીને નહોતા આપ્યા જામીન

જામીન મેળવવાના નીરવ મોદીના ઘણા પ્રયત્નોને મેજિસ્ટ્રેટ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા
નકારી કાઢવામાં આવ્યા છે કારણ કે તેના ફરાર થવાનું જોખમ છે. ભારતમાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા કેસો હેઠળ તેને ગુનાહિત કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ સિવાય તેની વિરુધ્ધ અન્ય કેટલાક કેસો પણ ભારતમાં નોંધાયેલા છે

180 કરોડ ડોલરના માલિક છે નીરવ મોદી

ફોર્બ્સના જણાવ્યા અનુસાર, નીરવ મોદીની 2017 માં કુલ સંપત્તિ 180 કરોડ ડોલર (લગભગ 11,700 કરોડ રૂપિયા) હતી. નીરવ મોદીની કંપનીનું મુખ્ય મથક મુંબઇમાં છે. માર્ચ 2018 માં નીરવ મોદીએ બેંકરપ્સી પ્રોટેક્શન હેઠળ ન્યૂયોર્કમાં એક અરજી દાખલ કરી હતી


આ પણ વાંચો :