મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ચેન્નઈ. , બુધવાર, 18 મે 2022 (12:42 IST)

Video Tamilnadu Accident - મોત બનીને આવી બસ... ક્ષણવારમાં બધુ જ વેખરાય ગયુ... વીડિયો જોશો તો શ્વાસ થંભી જશે

tamilnadu accident
તમિલનાડુના સલેમ જીલ્લામાં બે બસોની ટક્કરમાં 30 લોકો ઘાયલ થઈ ગયા. ટક્કરનો વીડિયો બસની અંદર લગાવેલ સીસીટીવી ફુટેજમાં કૈદ થઈ ગયો. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો ખૂબ ભયાનક છે. આ માર્ગ અકસ્માત મંગળવારે 17 મેના રોજ સાંજે થઈ. જ્યારે એડપ્પાદીથી ત્રીસ મુસાફરોને લઈને આવી રહેલી એક પ્રાઈવેટ બસ તિરુચેગોડેથી આવી રહેલી બીજી બસ સાથે અથડાઈ ગઈ. 

 
સીસીટીવી ફુટેજમાં દેખાય રહ્યુ છે કે કેવી રીતે એક સેકંડમાં ટક્કર દરમિયાન બસ ચાલક પોતાની સીટ પરથી દૂર ફેંકાય ગયો. વીડિયોમાં એ પણ દેખાય રહ્યુ છે કે કેવી રીતે બસનો આગળનો ભાગ ટક્કર દરમિયાન ક્ષતિગ્રસ્ત થઈ ગયો. આ દુર્ઘટનામાં કુલ 30 મુસાફરો ઘાયલ થયા છે અને વર્તમાનમાં વિવિધ હોસ્પિટલોમાં તેમની સારવાર ચાલી રહી છે.