1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 18 મે 2022 (12:34 IST)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:'આત્મારામ ભીડે'નું અવસાન થયું?

tarak Mehta ka Ulta Chashma: Did 'Atmaram Bhide' die?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:'આત્મારામ ભીડે'નું અવસાન થયું આવા સમાચાર થોડાં સમય પહેલાં સો.મીડિયામાં વાઇરલ થયા હતા. હવે ભીડેભાઈ પોતે સામે આવીને સો.મીડિયામાં વીડિયો શૅર કરીને આ અંગે વાત કરી હતી.
 
મંદારે વીડિયો શૅર કર્યો
મંદારે વીડિયો શૅર કરીને કહ્યું કે, 'નમસ્તે, કેમ છો બધા? આશા છે કે તમામનું કામ સારું ચાલતું હશે. હું પણ કામ કરી રહ્યો છું. કોઈએ મને ન્યૂઝ ફોરવર્ડ કરીને જણાવ્યુ- તો મેં વિચાર્યું કે હું સામે આવીને તમામની ગેરસમજણ દૂર કરી દઉં, કારણ કે મારા ફેંસ ચિંતા કરતા હતા. સો.મીડિયામાં અફવાઓ આગ કરતાં પણ ઝડપથી ફેલાય છે. હું બસ એ જ કન્ફર્મ કરવા ઈચ્છું છું કે હું શૂટિંગ કરી રહ્યો છું અને એન્જોય કરું છું.'