શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2023 (09:06 IST)

આંધ્રપ્રદેશ: વિશાખાપટ્ટનમ બંદર પર ભીષણ આગમાં 30 થી વધુ માછીમારી બોટ બળીને ખાખ

Harbor Fire
Visakhapatnam Fishing Harbor News- આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં સ્થિત ફિશિંગ બંદરમાં સોમવારે (20 નવેમ્બર) એક મોટી દુર્ઘટના બની હતી. અહીંના ફિશિંગ બંદર પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બંદર પર પાર્ક કરેલી 25 યાંત્રિક ફિશિંગ બોટ બળીને રાખ થઈ ગઈ હતી.
 
આગ રવિવારે મોડી રાત્રે શરૂ થઈ હતી, જે સોમવારે વહેલી સવાર સુધી ચાલુ રહી હતી.
 
આગની આ ઘટના માટે એલપીજી સિલિન્ડર જવાબદાર છે. બોટમાં રાખવામાં આવેલા એલપીજી સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિલિન્ડર ફાટવાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. સિલિન્ડરના વિસ્ફોટ પછી, આગ શરૂ થઈ, જેણે થોડી જ વારમાં 25 બોટનો નાશ કર્યો. જો કે, એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ કયા કારણોસર થયો તે સમજવાના પ્રયાસો ચાલુ છે.