રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 માર્ચ 2024 (22:20 IST)

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં દાખલ, TMCએ આપી માહિતી

Mamta Banerjee
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘાયલ થવાના સમાચાર છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે. ટીએમસીએ મમતાની તસવીરો શેર કરી છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મમતા ખરાબ રીતે ઘાયલ છે. મમતાને માથામાં ઈજા થઈ છે. તસવીરોમાં તેના કપાળ પર ઊંડી ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે અને લોહી પણ વહી રહ્યું છે..

 
TMC એ ઘાયલ મમતાની તસવીરો શેર કરતા  લખ્યું કે મુખ્યમંત્રી મમતા ગંભીર રીતે ઘાયલ છે, મહેરબાની  કરીને તેમના માટે પ્રાર્થના કરો.
 
ઈન્ડિયા ટુડે ટીવીને મળેલી માહિતી અનુસાર, મમતાનો તેના ઘરે અકસ્માત થયો છે. જો કે હજુ સુધી આ વાતની ચોખવટ થઈ નથી. કલકત્તાથી આવી રહેલા સમાચાર મુજબ, મમતાને SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘાયલ થયાના સમાચાર છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે. ટીએમસીએ મમતાની તસવીરો શેર કરી છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મમતા ખરાબ રીતે ઘાયલ છે. મમતાને માથામાં ઈજા થઈ છે. તસવીરોમાં તેના કપાળ પર ઊંડી ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે અને લોહી પણ વહી રહ્યું છે. 
 
મમતા ગયા વર્ષે પણ એક અકસ્માતમાં ઘાયલ થઈ હતી. જૂન 2023માં મમતા બેનર્જીને પગમાં ઈજા થઈ હતી. જ્યારે ખરાબ હવામાનને કારણે તેમના હેલિકોપ્ટરને સિલીગુડી નજીક સેવોક એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તેના ડાબા ઘૂંટણના જોઈન્ટ્સ અને ડાબા હીપ્સના જોઈન્ટ્સમાં લિંગામેટમાં વાગ્યું છે.