ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 25 નવેમ્બર 2021 (16:40 IST)

યોગી સરકારના મંત્રીની જીભ લપસી, આપ્યુ, આપ્યુ વિવાદાસ્પદ નિવેદન

વિવાદિત નિવેદનો દ્વારા ચર્ચામાં રહેનારા ઉત્તર પ્રદેશ સરકારના શ્રમ અને રોજગાર મંત્રી રઘુરાજ સિંહ એક નિવેદન દ્વારા બબાલ મચી છે. ઉલ્લેખનીય છે કે તેમણે કહ્યુ છે કે જો ભગવાન તેમને તક આપશે તો તે આખા દેશના મદરસા બંધ કરાવી દેશે. તેમણે કહ્યુ કે મદરસા આતંકનો અડ્ડો બની ગયા છે અને અહી આતંકવાદનુ શિક્ષણ આપવામાં આવે છે. 
 
તેમની વિચારધારા પણ આતંકી જેવી હોય છે.કારણકે કાશ્મીરનો આતંકવા મન્નાન વાણી પણ અલીગઢની મદરેસામાં ભણવા માટે આવ્યો હતો
 
રઘુરાજ સિંહનો આરોપ છે પ્રદેશમાં પહેલા ફક્ત 250 મદરસા હતા. પણ તેમની સંખ્યા હવે વધીને 22 હજાર થઈ ગઈ છે. તેમની વધતી સંખ્યાથી દેશમાં આતંકવાદને પ્રોત્સાહન મળશે. યોગીના મંતીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી રહેલા આતંકી મન્નાન વાનીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે મદરસામાંથી શિક્ષણ લઈને નીકળનારાઓના વિચાર આતંકી જેવા હોય છે. આ બધા આતંકવાદી બને છે.  યુપીમાં આ પ્રકારના ભડકાઉ નિવેદનો અગાઉ પણ બીજા નેતાઓ આપી ચુકયા છે