અમેરિકાના લુસિયાના શહેરના ભારતીય મૂળના અમેરિકી ગર્વનર બોબી જિંદલે ચોખવટ કરી કે આ મહિનામાં સંપન્ન થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના પરાજીત ઉમેદવાર જોન મૈક્કેને તેમણે પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રજૂઆત કરી હતી.
દુનિયાનાં ગરીબ રાષ્ટ્રોને આર્થિક મંદીનાં પ્રભાવથી બચાવવા માટે વિશ્વ બેન્કે 100 અબજ ડોલરની સહાય કરવાનું આશ્વાસન આપ્યું છે.
આ પ્રસ્તાવ આગામી 15 નવેમ્બરે વોશિગ્ટનમાં મળનાર જી-20 દેશોની બેઠક પહેલાં મુકવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કેટલાક વિસ્તારોમાં અમેરિકન વિમાનો દ્વારા કરવામાં આવી રહેલા સતત હુમલાઓથી નારાજ પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુસૂફ રઝ ગિલાનીએ કહ્યુ કે તેમની સરકાર કોઈપણ કિમતે રાષ્ટ્રની સંપ્રભુતાને જાળવી રાખશે.
પાકિસ્તાનનાં પેશાવરમાં સ્ટેડિયમ બહાર થયેલાં આત્મઘાતી હુમલામાં ત્રણ નાગરિકોનાં મોત થયા છે. આ હુમલો થયો ત્યારે સ્ટેડિયમમાં 10 હજારથી વધુ લોકો હાજર હતાં. જો કે હુમલામાં પાકિસ્તાનનાં મંત્રી બચી ગયા છે.
ઇરાકની રાજધાની બગદાદના મધ્ય વિસ્તારમાં રસ્તાની બાજુમાં એકત્ર થયેલ મજદુરોની ભીડમાં આજે થયેલા બોમ્બ વિસ્ફોટમાં બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે 17 ઘાયલ થયા હતા.
અમેરિકા સ્થિત ગાંધી સ્મારક પરિષદે 39 દેશોના 185 શહેરોના મેયરોને તેમના શહેરમાં કોઇ એક પ્રમુખ માર્ગને મહાત્મા ગાંધીનું નામ આપવા અનુરોધ કર્યો છે. આ કરવાનું પાછળનું કારણ એટલું છે કે, શાંતિ અને અહિંસાનો સંદેશો ફેલાવી શકાય.
ભારત 30 પાકિસ્તાની કેદીઓને મુક્ત કરશે. આ કેદીઓએ ભારતની જેલની મુદત પૂર્ણ કરી દીધી છે. આ કેદીઓને 14મી નવેમ્બરે વાઘા બોર્ડર ખાતે પાક સત્તાવાળાઓને સોંપી દેવામાં આવશે.
મંગળ ગ્રહ ઉપર પાણીના અસ્તિત્વની તપાસ કરનાર અમેરિકન અવકાશ એજંસી નાસાએ મોકલેલ યાન ફીનિક્સનું ધરતી સાથે સંપર્ક તૂટી જવાથી આ ઐતિહાસિક અભિયાન પર લાલ ઝંડી લાગી ગઈ છે.