0
સંયુક્ત રાષ્ટ્ર કર્મચારીની ધરપકડ
ગુરુવાર,મે 1, 2008
0
1
પૂર્વ અફઘાનિસ્તાનમાં માદક દ્રવ્ય નિષેધ આંતરરાષ્ટ્રીય દળ પર તાલિબાની આતંકવાદીઓનાં આત્મઘાતી બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકોનાં મોત તથા અન્ય 31 ઘાયલ થયા હતાં.
1
2
બ્રિટને કહ્યું છે કે તે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) ની ઈચ્છાને ધ્યાનમાં રાખતા હિંસાગ્રસ્ત કોસોવોમાં કાર્યરત શાંતિસેનાની તાકાતમાં વધારો કરવા માટે પોતાનાં 600 સૈનિકો મોકલશે.
2
3
ચીનનાં પૂર્વ ભાગમાં એક ઘાતક વાયરસનાં કારણે ફેલાયેલી બીમારીથી ઓછામાં ઓછા 20 બાળકોનાં મૃત્યુ થયા છે અને દરરોજ અસંખ્ય લોકો તેનાથી અસરગ્રસ્ત થઈ રહ્યાં છે તથા તે આજુબાજુનાં વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે.
3
4
યુરોપીય દેશ ઓસ્ટ્રિયાની પોલીસે એક 73 વર્ષનાં વ્યક્તિની ધરપકડ કરી છે જેનાં પર પોતાની પુત્રીને 24 વર્ષ સુધી ભોયરામાં છુપાવી રાખી બળાત્કાર ગુજારવાનો આરોપ છે.
4
5
પૂર્વ ચીનનાં શાંગડાંગ પ્રાંતમાં બે ટ્રેનો વચ્ચે થયેલી ટક્કરમાં ઓછામાં ઓછા 70 લોકોનાં મૃત્યુ તથા અન્ય 416 ઘાયલ થયા છે. અકસ્માત દરમિયાન બંને ગાડીઓ પ્રવાસીઓથી ખચાખચ ભરેલી હતી.
5
6
ચીને તિબેટનાં નિર્વાસિત આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામાની ફરીથી નિંદા કરી છે. ઉલ્લેખનીય છે કે, ગયા શુક્રવારે ચીને દલાઈ લામાનાં પ્રતિનિધિને મળીને વાતચીત કરવાની વાત કહી હતી.
6
7
વર્ષ 2007 દરમિયાન વિદેશ મંત્રાલય દ્વારા દુબઈ લઈ જવાતા 500 પાસપોર્ટ ભરેલો થેલો ગુમ થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં ગૂમ થયેલા પાસપોર્ટ પૈકીના કેટલાક પાસપોર્ટ અન્ડર વલ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પાસે પહોંચી ગયા હોવાના અહેવાલો મિડીયામાં પ્રકાશીત થયા હતા.
7
8
ઈસ્લામાબાદની લાલ મસ્જીદના પ્રમુખ મૌલવી અબ્દૂલ અઝીઝને આજે જામીન મળી ગયા હતા. અઝીઝને સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન બુરખો પહેરીને લાલ મસ્જીદમાંથી ભાગવાના પ્રયાસ કરતી વખતે ઝડપી પાડવામાં આવ્યા હતા.
8
9
બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને જેલમાંથી મુક્ત કરાવવા માટે તેમની પાર્ટી બાંગ્લાદેશ આવામી લીગે 25 લાખ લોકોના હસ્તાક્ષર વાળી એક રજુઆત સરકારને સુપરત કરી હતી.
9
10
પાકિસ્તાનની પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોને મરણોપરાંત વર્ષ 2007 નાં પ્રતિષ્ઠિત ટિપ્પેરારી આંતરરાષ્ટ્રીય શાંતિ એવોર્ડથી સંમાનિત કરવામાં આવી છે. પોતાનાં દેશમાં લોકશાહી તથા શાંતિ બહાલ માટે તેમનાં સંઘર્ષ માટે આ સંમાનથી નવાજવામાં આવી છે.
10
11
અમેરિકી લશ્કર તરફથી જાહેર કરવામાં આવેલા બયાન અનુસાર વિદ્રોહીઓ દ્બારા ગઈકાલે કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ કરવા માટે સૈન્ય કાર્યવાહીમાં 22 વિદ્રોહી માર્યા ગયા છે.
11
12
ચીનનાં પૂર્વ પ્રાંત શેદાંગમાં આજે બે રેલગાડીઓ વચ્ચે ટક્કરમાં 43 યાત્રીઓનાં મૃત્યુ તથા અન્ય 247 ઘાયલ થયાનાં સમાચાર મળે છે. સરકારી સમાચાર એજંસી શિંહુઆનાં જણાવ્યા પ્રમાણે જિબો શહેરમાં આ દુર્ઘટનામાં ઘટી હતી.
12
13
દક્ષિણ મેક્સિકોમાં આજે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવવામાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. તેનાથી કોઈપણ પ્રકારનાં જાનમાલનાં નુકશાનનાં સમાચાર નથી.
13
14
અફઘાનિસ્તાનમાં સોવિયત સેનાની પરાજયની યાદમાં આયોજીત એક સમારોહમાં આજે ભીષણ ગોળીબાર થતાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈની સુરક્ષા ઉપર ખતરો ઉભો થયો હતો.
14
15
કાસાબ્લાંકા. મોરક્કોમાં કાસાબ્લાંકાની એક ફેક્ટરીમાં આગ લાગવાથી 55નાં મૃત્યું થયાં છે જ્યારે કે ડઝનો અન્ય ઘાયલ થયાં છે.
15
16
બર્લિંન. મોજાર્ટ ઓપેરા દી મૈજિક ફ્લુર્ટનું દુનિયાભરમાં જોરદાર પ્રદર્શન કરવામાં આવી ચુક્યું છે પરંતુ બર્લિનમાં આ અઠવાડિયે તેને નવા રૂપે પ્રદર્શિત કરવામાં આવશે. અહીંયા મેટ્રો સ્ટેશનમાં આનો વિશેષ શો રજુ કરવામાં આવશે.
16
17
કરાચી. હજારો પાકિસ્તાની મહિલાઓએ એક ડચ સાંસદ દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મને કુરાન વિરોધી જણાંવતાં તેના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.
17
18
કેનબરા. ઓસ્ટ્રેલીયા આજથી પૂર્વ તિમોરમાં તૈનાત પોતાના 200 સૈનિકોને પાછા બોલાવવાની કાર્યવાહી શરૂ કરી રહ્યું છે.
18
19
વોશિંગ્ટન. અમેરિકાના રક્ષા વિભાગે 6.1 અબજ ડોલરની ક્રુઝ મિસાઈલ કાર્યક્રમ પર કામ કરી રહેલી લાકહીડ માર્ટિન કોર્પોરેશન કંપનીને આ કાર્ય આગળ વધારવા માટેની અનુમતિ આપી દીધી છે.
19