શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: અમેસ્ટટીન , મંગળવાર, 29 એપ્રિલ 2008 (11:19 IST)

પિતાએ પુત્રી પર 24 વર્ષ બળાત્કાર ગુજાર્યો

આ દરમિયાન તેણે સાત બાળકોને જન્મ આપ્યો

યુરોપીય દેશ ઓસ્ટ્રિયાની પોલીસે એક 73 વર્ષનાં વ્યક્તિની ધરપકડ કરી છે જેનાં પર પોતાની પુત્રીને 24 વર્ષ સુધી ભોયરામાં છુપાવી રાખી બળાત્કાર ગુજારવાનો આરોપ છે.

ઓસ્ટ્રેલિયાનાં સુરક્ષા અધિકારી ફ્રેંચ પાઉચરે પત્રકારોને ઘટનાની માહિતી આપતા કહ્યું હતું કે, આ એક હ્રદય કંપાવનારો ગુન્હો છે, ઓસ્ટ્રિયામાં તેનાં જેવો કોઈ અપરાધ સામે આવ્યો નથી. ધંધાથી ઈલેક્ટ્રિક એન્જીનિયર આ આરોપી જોસેફ ફ્રિજેલે પોતાનો ગુન્હો સ્વીકાર્યો છે.

જોસેફે આજથી ચોવીસ વર્ષ પહેલા 1984 માં પોતાની પુત્રી એલિજાબેથ ફ્રિજેલને તે સમયે ભોયરામાં કેદ કરી લીધી હતી જ્યારે તે 18 વર્ષની હતી. જોસેફે તેને લોખંડની હાથકડિઓ પહેરાવી રાખી નશાની દવાઓ તથા ઈન્જેક્શ આપતો હતો. આ ભોયરું માત્ર સાડા પાંચ ફુટની ઉંચાઈનું હતું જેમાં એલિજાબેથે પોતાનાં જીવનનાં દુષ્કર 24 વર્ષ પસાર કર્યા.

પરંતુ આટલા વર્ષમાં તેની તકલીફોનો સૌથી દર્દનાક પહેલુ એ હતો કે તેનાં પિતા દ્બારા જ કરવામાં આવ્યા બળાત્કારનાં કારણે તેણે સાત માસૂમ બાળકોને જન્મ આપ્યો. તેમાંથી ત્રણ બાળકોને તેની સાથે જ સાંકળો સાથે બાંધી રાખ્યા. આજે તેમની ઉંમર ક્રમશઃ 19, 18 અને 5 વર્ષ છે.