શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ફિશ વિથ મસ્ટર્ડ

W.D
સામગ્રી - 500 ગ્રામ રોહુ અથવા કતલા ફિશ ટુકડામાં કાપેલી, 4 મોટી ચમચી પીળી સરસોની દાળ વાટેલી, 2 મોટી ચમચી લસણનુ પેસ્ટ, 1 મોટી ચમચી લાલ મરચુ, 1 મોટી ચમચી હળદરનો પાવડર, 1 નાની ચમચી મેથીદાણા, મીઠુ સ્વાદમુજબ, 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી, 1 મોટુ ટામેટું ઝીણુ સમારેલુ, 2 મોટી ચમચી લીલા ધાણા ઝીણા સમારેલા અને પૂરતા પ્રમાણમાં સરસિયાનુ તેલ.

બનાવવાની રીત - માછલીના ટુકડામાં મીઠુ, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી મરચાંનો પાવડર અને થોડુ લસણનુ પેસ્ટ નાખીને મિક્સ કરો. એક કડાહીમાં તેલ ગરમ કરો અને તેમા માછલીને ડીપ ફ્રાઈ કરો. બચેલા તેલમાં મેથીદાણા નાખો. પછી ડુંગળી, લસણ અને ટામેટા નાખીને સેકો. જ્યારે ટામેટા ગ્રેવી જેવા થઈ જાય ત્યારે મરચાંનો પાવડર, લસણનુ પેસ્ટ અને હળદર પાવડર નાખીને સેકો. સરસિયાનુ પેસ્ટ અને મીઠુ નાખીને સેકો. જ્યારે મસાલામાંથી તેલ છુટુ પડવા માંડે ત્યારે અંદાજથી પાણી નાખીને ઉકળવા દો. ગ્રેવી ઉકળ્યા પછી માછલીના ટુકડાને નાખીને 5 મિનિટ સુધી બફો અને લીલા ધાણા નાખીને સર્વ કરો.