ચટપટી ફ્રાય ફિશ

કલ્યાણી દેશમુખ|

સામગ્રી - ૨પ૦ ગ્રામ ફિશ, પ૦ ગ્રામ બેસન, બે ચમચી લાલ મરચું, એક ચમચી હળદર, અડધો ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે. પ૦ ગ્રામ તેલ .

રીત - સૌ પ્રથમ બેસનને શેકો. ગુલાબી રંગનું થાય ત્યાર બાદ તેમાં મીઠુ, મરચું, હળદર, ગરમ મસાલો, નાખીને તેને સારી રીતે મેળવો. ફિશને ધોઈ સાફ કરી લો. પછી તેને આ મસાલામાં સારી રીતે ભેળવી લો. નોન-સ્‍ટીક તવા પર તેલ લગાવી ફિશ ને સારી રીતે શેકી લો, ઉપરથી લાલ અને અંદરથી નરમ થાય ત્‍યારે ઉતારી લો.


આ પણ વાંચો :