મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. માંસાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 26 જૂન 2017 (18:35 IST)

Chicken Tips - ચિકન બનાવો તો આ ટિપ્સ ભૂલશો નહી

ચિકનને પકવતી વખતે શરૂઆતમાં તેને હંમેશા ઝડપી તાપ પર પકવો જેથી તેનુ જ્યુસ સીલ થઈ જાય. ત્યારબાદ તેને ધીમા તાપ પર પકવો 
- ચિકનના ટુકડામાં મસાલો સારી રીતે લાગી જાય એ માટે એક પ્લાસ્ટિકની પોલીથિનમાં પહેલા મસાલા અને મૈરીનેટની બધી સામગ્રી નાખો અને તેને સારી રીતે હલાવો.  ત્યારબદ ચિકન પકવો. તેનો ફાયદો એ થશે કે ચિકનમાં મસાલો સારી રીતે ભરાય જશે. 
 
- ફ્રાઈડ ચિકન બનાવતી વખતે ચિકનને તળતા પહેલા લોટ કે મેદામાં રોલ કરવાને બદલે મિલ્ક પાવડરમાં રોલ કરો. તળ્યા પછી ચિકનનો રંગ સારો આવશે. 
 
- જો તમે ઈચ્છો છો કે તમારા બનાવેલ કબાબ મુલાયમ બને તો તેને ચાવવામાં ખાનારને તકલીફ ન પડે તો તેને સમય કરતા વધુ મૈરીનેટ કરો અને સાથે જ જરૂર કરતા વધુ પકવશો નહી. 
 
- ચિકન હંમેશા ઊંચા તાપમાન પર પકવો જેથી તેની અંદરના બધા બેક્ટેરિયા સંપૂર્ણપણે નષ્ટ પામે 
 
- ચિકનની સફાઈ દરમિયાન સચેત રહો. ચિકનને હંમેશા ગરમ પાણીથી જ ધુઓ. સાથે જ જે વાસણમાં તમે કાચુ ચિકન મુક્યુ છે તેને અપ્ણ ગરમ પાણીથી ધોવાનુ ભૂલશો  નહી. કાચા ચિકનને સાફ કર્યા પછી તમારા હાથને સાબુથી ધોવાનુ ન ભૂલશો. આ ઉપરાંત જો તમે કાચા ચિકનને ફ્રિજમાં સ્ટોર કરી રહ્યા છો તો એ વાતનુ ધ્યાન રકહો કે તેનુ જ્યુસ જમવાના બીજા સામાનને લાગે નહી.