ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2012
Written By વેબ દુનિયા|

છ વખત એક પણ મેડલ વગર ભારત સ્વદેશ પરત ફર્યુ છે

P.R
27 જુલાઈથી શરૂ થઈ રહેલી લંડન ઓલિમ્પિક ગેમ્સમાં આ વર્ષે ભારતને અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની આશા છે. ઓલિમ્પિકમાં ભારતના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં છ વખત ભારતીય એક પણ મેડલ જીત્યા વગર સ્વદેશ પરત ફર્યું છે.

ઓફિશિયલી ભારતે 1920થી ઓલિમ્પિકમાં ભાગ લેવાનું શરૂ કર્યું. જોકે, આ પહેલા 1900માં બ્રિટિશ નાર્મન પ્રેચાર્ડે ભારત તરફથી 2 સિલ્વર મેડલ જીત્યા હતા જેથી ઓલિમ્પિકમાં ભારતની શરૂઆત 1900થી માનવામાં આવે છે. અત્યાર સુધીમાં ભારત 22 ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂક્યું છે જેમાં ભારતે માત્ર 20 મેડલ(પ્રિચાર્ડના બે મેડલ પણ સામેલ) જીત્યા છે. અત્યાર સુધીમાં 1900 સિવાય ભારતને ફક્ત બે ઓલિમ્પિક(1952 અને 2008)માં એક કરતા વધારે મેડલ જીતવામાં સફળતા મળી છે.

1920ના એન્ટવર્પ અને ત્યાર બાદ ચાર વર્ષ પછી યોજાયેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મેડલ વગર સ્વદેશ પરત ફરવું પડ્યું હતુ. જોકે, ત્યાર બાદ સતત 28 વર્ષ સુધી ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં દબદબો જાળવી રાખ્યો અને ભારતનું નામ મેડલની યાદીમાં સામેલ થયું. પરંતુ 70ના દશકા બાદ હોકીમાં પણ ભારતની સ્થિતિ કમજોર પડવા લાગી. 1976માં ભારતીય હોકી ટીમ મેડલ જીત્યા વગર સ્વદેશ પરત ફરી હતી. તો મોસ્કોમાં ઘણા દેશઓ ભાગ ન લીધો જેથી ભારત ગોલ્ડ મેડલ જીતવામાં સફલ રહ્યું પરંતુ ત્યાર બાદ સતત ત્રણ ઓલિમ્પિકમાં 1984(લોસ એંજલસ), 1988 સોલ અને 1992(બાર્સિલોના) ઓલિમ્પિકમાં ભારત એક પણ મેડલ હાંસલ ન કરી શક્યું.


તો બીજા વિશ્વયુદ્ધના કારણે 1940 અને 1944માં ઓલિમ્પિક રમતોસ્વસનું આયોજન થયું ન હતુ. 1952માં હેલંસિકીમાં પ્રથમ વખત ભારતે બે મેડલ જીત્યા હતા. હોકી ટીમે હોલેન્ડને 6-1થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે કે.ડી. જાઘવે કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 1956ના મેલબર્ન ઓલિમ્પિકમાં પાકિસ્તાનને 1-0થી હરાવી હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો પરંતુ તેના ચાર વર્ષ બાદ રોમ ઓલિમ્પિકમાં ભારત પાડોશી દેશ પાકિસ્તાન સામે સમાન અંતરથી હાર્યું હતુ. આ પહેલો અવસર હતો જ્યારે ભારતને ઓલિમ્પિકમાં પ્રથમ વખત સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.

જોકે, 1964ની ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે તેના કટ્ટર હરિફ પાકિસ્તાનને ફાઈનલમાં હરાવી ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. પરંતુ ત્યાર બાદની બંને ઓલિમ્પિકમાં ભારતને હોકીમાં બ્રોન્ઝ મેડલથી જ સંતોષ કરવો પડ્યો હતો. માંટ્રિયલ ઓલિમ્પિકમાં પણ ભારત હોકીમાં મેડલ જીતી શક્યું ન હતુ. ત્યારે ભારત પોઈન્ટે ટેબલમાં છઠ્ઠા ક્રમ પર રહ્યું હતુ. જેથી ત્યાર બાદની ત્રણેય ઓલિમ્પિકમાં ભારતને મેડલ વગર સ્વદેશ પરત ફરવું પડ્યું.

લગભગ ચાર દશકા બાદ વ્યક્તિગત સ્પર્ધામાં લિએન્ડર પેસે 1996ની એટલાન્ટા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ફરી ઓલિમ્પિકમાં તિરંગો લહેરાવ્યો. એટલાન્ટા ઓલિમ્પિકમાં પેસને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી હતી.

પહેલા જ મુકાબલાથી શાનદાર શરૂઆત કરનાર લિએન્ડરે પહેલા જ રાઉન્ડમાં અમેરિકાના ધુરંધર ખેલાડી રિચી રેનબર્ગને હરાવ્યો હતો. તેમજ ક્વાર્ટર ફાઈનલમાં જીત્યા બાદ લિએન્ડર પેસે તેની રમતથી ટેનિસ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

જોકે, સેમિફાઈનલમાં આન્દ્રે અગાસીએ પેસને એક પણ કપ આપી ન હતી અને 7-6, 6-3થી જીતી પેસ સાથે કરોડો ભારતીય દર્શકોની આશા પર પાણી ફેરવી નાંખ્યુ હતુ. જોકે, પેસે બ્રાઝિલના ફર્નાન્ડો મેલીજેનીને હરાવી ભારતને 4 દશકા બાદ વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

સિડની ઓલિમ્પિકમાં વેટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો તો એથેન્સ ઓલિમ્પિક 2004માં શૂટર રાજ્યવર્ધન સિંહ રાઠૌરે સિલ્વર મેડલ જીત્યો હતો.

બીજિંગ ઓલિમ્પિક યાદગાર રહ્યો

એક ડ્રાઈવરના પુત્ર સુશીલ કુમારે બીજિંગ ઓલિમ્પિક 2008માં બ્રોન્ઝ મેડ જીતી પોતાના પિતાનું ગૌરવ વધાર્યા સહિત વિશ્વમાં ભારતની છાપ છોડવામાં સફળ રહ્યો. સુશીલે કાજાખસ્તાનના લિયોનિડ સ્પિરિડોનોવાને 3-1થી હરાવી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે જ 56 વર્ષના ઓલિમ્પિક ઈતિહાસમાં ભારતે પ્રથમ વખત કુશ્તીમાં મેડલ જીત્યો હતો. આ સાથે જ 2010માં મોસ્કોમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી સુશીલે ભારતનો દબદબો જાળવી રાખ્યો હતો.


અભિનવ બિન્દ્રા

શૂટર અભિનવ બિન્દ્રાનું નામ ભારતીય ઈતિહાસમાં હંમેશા માટે સુવર્ણ અક્ષરોમાં અંકિત થઈ ગયું, જ્યારે અભિનવે 2008ની બીજિંગ ઓલિમ્પિક દરમિયાન ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યું. બિન્દ્રાએ 2008ની બીજિંગ ઓલિમ્પિકની 10 મીટર એયર રાઈફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ઓલિમ્પિક ઈતિહાસની વ્યક્તિગત સ્પર્ધામાં ભારત તરફથી પ્રથમ ગોલ્ડ મેડલ હાંસલ કર્યું હતુ.

વિજેન્દર સિંહ

હેન્ડસમ અને લંબાઈ ધરાવતા વિજેન્દર સિંહ જ્યારે ભારત માટ બોક્સિંગમાં પ્રથમ ઓલિમ્પિક મેડલ જીત્યું ત્યારે ભારતીય મીડિયાએ વિજેન્દ્ર સિંહને એક ક્રિકેટરની જેમ લોકપ્રિય બનાવી દીધો. 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં વિજેન્દરે ઈક્વેડોરના કાર્લોસ ગોંગારો મેર્કાડેને હરાવી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યું હતુ. ગ્લેમરની દુનિયામાં છવાયા બાદ મિલાનમાં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2009માં બ્રોન્ઝ મેડલ જીતી વિરોધીઓને વળતો જવાબ આપ્યો હતો.