સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (15:56 IST)

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 49 હજાર કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યાં: ભૂપેન્દ્ર પટેલની સરકારના 121 દિવસ

ગુજરાતમાં નવી વરાયેલી ભૂપેન્દ્ર પટેલની સરકારે સુશાસનના 121 દિવસ પૂર્ણ કર્યાં છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અમારી સરકાર પહેલા દિવસથી જ નેક અને સાફ નીતિની જેમ કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, સબ સમાજ કો લેકે સાથ હૈ આગે જાના. કુદરતી આફતો હોય કે કોરોના મહામારી દરેક જગ્યાએ લોકોની સાથે રહેવું અમારૂ ધ્યેય છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ્ય યાત્રાનો પ્રારંભ કરી રાજ્યભરમા યોજીને 1570 કરોડના 49 હજાર કામોના લોકાર્પણ અને ખાત મૂર્હત કર્યાં છે અને 1.92 લાખ લાભાર્થીઓને લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.ગુજરાત વેક્સિનેશનમાં પણ હાલમાં દેશમાં અગ્રેસર છે. અત્યાર સુધીમાં 9.46 કરોડ વેક્સિનના ડોઝ આપવામા આવ્યાં છે.અમારી નવી અને ઉર્જાવાન ટીમે શાસન સંભાળ્યાના પહેલા જ દિવસથી જ લોક પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાના દરવાજા ખુલ્લા મુકી દીધાં છે.ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એવા સંસ્કારો મળ્યાં છે કે સત્તાએ ભોગવટાનું નહીં પણ સેવાનું માધ્યમ બની છે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આજે અમારી સફળતાનો શ્રેય હું જનતાના ચરણોમાં ધરવા માંગું છું. અમે વડાપ્રધાનના દિશાનિર્દેશમાં ગુડગવર્નન્સના સુશાસનની પરિભાષા અંકિત કરી છે.આત્મ નિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાના સંકલ્પ સાથે કૃષિ ઉદ્યોગ, સેવા, સમાજ કલ્યાણ એમ વિકાસની ચારે તરફ ગતિની યાત્રા આરંભી છે.તેમણે કહ્યું હતું કે ગમે તેવી કુદરતી આફતો હોય કે કોરોના જેવી મહામારી હોય અમે દિન રાત પ્રજાની સેવામાં ખડેપગે રહ્યાં છીએ.તેમણે કહ્યું હતું કે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિથી ગુજરાતના ખેડૂતોને નુકસાન સામે એક હજાર કરોડનું રાહત પેકેજ રાજ્ય સરકારે આપ્યું છે. અસરગ્રસ્ત 1530 ગામોના 5.06 લાખ ખેડૂતોને લાભ મળ્યો છે.માછીમારોને રાજ્ય સરકારે 265 લાખનું પેકેજ આપ્યું છે. ખેતરોમાં ટાવરો ઉભા કરવાના કિસ્સામાં ખેડૂતોને થતા નુકસાનનું વળતર વધારીને 15 ટકા કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના રસીકરણ ઝૂંબેશનું એક વર્ષ પણ ગઈકાલે પૂર્ણ થયું છે.અત્યાર સુધીમાં ગુજરાતમાં 9.46 કરોડ ડોઝ અપાયાં છે. 121 દિવસમાં વેક્સિનના 4.97 કરોડ પ્રથમ ડોઝ અપાયાં છે. જ્યારે 4.36 કરોડ બીજો ડોઝ અપાયો છે.વેક્સિનેશનમાં પણ ગુજરાત અગ્રેસર છે. બીન ચેપી રોગોની સારવાર નિદાન માટે સ્ક્રિનિંગથી સારવારનું મહા અભિયાન ભૂલકાઓને મગજના તાવ સામે રક્ષણ આપતી વેક્સિનના 36 લાખ ડોઝ અંદાજે 12 લાખ બાળકોને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે મહેસૂલી પ્રક્રિયાનું સરળીકરણ કરીને 3.63 લાખ નાગરીકો માટે ઈ સાઈનથી મહેસૂલી રેકોર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. નિયત સેવાઓમાંથી એફિડેવિટમાંથી મુક્તિ આપી સેલ્ફ ડેકલેરેશન માન્ય રાખવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. ડિઝિટલાઈઝ પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.બિનખેતી હૂકમોની મંજુરી બાદ બાંધકામ અંગેની સમય મર્યાદા દૂર કરવામાં આવી છે. સરકારના વિભાગો વચ્ચે સંકલન માટે ઈ સરકાર પોર્ટલનો પ્રારંભ કર્યો છે. તલાટી દ્વારા આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની સમયમર્યાદા પણ ત્રણ વર્ષ સુધી માન્ય રાખવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષાએ તાલિમ કાર્યક્રમો, કૃષિ શિબિર, મેઘા સેમિનાર, ગુણવત્તા ચકાસણીની લેબોરેટરી જેવા સંસાધનો ઉભા કરવાનું આયોજન કરવામાં આવશે. આ માટે સરકાર દ્વારા ફંડિંગની વ્યવસ્થા કરાશે.નલ સે જલ યોજના અંતર્ગત 121 દિવસ દરમિયાન વડોદરા અને પાટણ બે જિલ્લાઓ અને 37 તાલુકાઓમાં 100 ટકા નલ સે જલ યોજનાથી લાભાન્વિત થયાં. 31મી જાન્યુઆરી સુધીમાં વધુ 6 જિલ્લાઓમાં નલ સે જલનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર 2022 સુધીમાં આ યોજના 100 ટકા પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતમાં PMYJ કાર્ડ એક કરોડ ગરીબ મધ્યમવર્ગના લોકોને આપવામાં આવ્યાં છે. તે ઉપરાંત ગતિ શક્તિ પ્રોજેક્ટ લોન્ચ કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.