બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (13:02 IST)

રાજકોટ-મોરબી હાઇવે ઉપર કાર-ટ્રક વચ્ચે અકસ્માતથી બંને વાહનોમાં આગ લાગતા ટ્રાફિક જામ

ગુજરાતમાં માર્ગ અકસ્માતો દિવસે ને દિવસે વધતા જાય છે. અકસ્માતો એટલા ભયાનક હોય છે કે જોનારને કમકમાટી વછૂટી જાય. રાજકોટ-મોરબી હાઇવે ઉપર થયેલા એક અકસ્માતમાં ટ્રક અને કાર સળગવાની ઘટના બની છે. આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે.  મળતી માહિતી પ્રમાણે શનિવારે સવારે રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા જબલપુર પાસે એક ટ્રક અને કાર સામ સામે અથડાયા હતા. ધડાકાભેર કાર અથડાવાની આ ઘટનાના કારણે આગ લાગી હતી. આ આગે બંને વાહનોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.અકસ્માતના પગલે લાગેલી આગના પગલે દૂર દૂર સુધી આગનો ધૂમાડો દેખાતો હતો. આગ એટલી વિકરાળ હતી બંને વાહનો મોટાભાગે બળી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નળીકના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કાર અને ટ્રકમાં લાગેલી આગથી નજીકના સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ સાથે હાઇવે ઉપરનો એક બાજુનો ભાગ પણ બંધ થવાના કારણે ભારે ટ્રાફિક સર્જાયો હતો.