મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2024 (08:19 IST)

કન્નૌજમાં લખનઉ -આગરા એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, 5 ડોક્ટરોના દર્દનાક મોત

Accident News- લખનઉ -આગરા એક્સપ્રેસ વે પર બુધવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના 5 ડોકટરોના કરૂણ મોત થયા હતા. આ તમામ ડોકટરો લખનૌથી પરત ફરી રહ્યા હતા ત્યારે સવારે લગભગ 4 વાગે અકસ્માતનો ભોગ બન્યા હતા.

લખનઉ -આગરા એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત લખનૌ-આગ્રા એક્સપ્રેસ વેના કન્નૌજ વિસ્તારમાં થયો હતો, જ્યારે એક કાર તેજ ગતિએ આવી રહી હતી અને અચાનક એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.