શનિવાર, 12 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામ નવમી
Written By
Last Updated : ગુરુવાર, 30 માર્ચ 2023 (00:20 IST)

Ram Navami 2023: આ વર્ષે રામ નવમી પર બની રહ્યો છે અત્યંત દુર્લભ સંયોગ, જાણો ડેટ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ

ram navmi
Ram Navami 2023: દર વર્ષે રામનવમીનો તહેવાર આખા દેશમાં હર્ષોલ્લાસથી ઉજવાય છે. શાસ્ત્રો મુજબ ચિત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીના દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો.  તેથી આ દિવસને ભગવાન શ્રીરામના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. આ દિવસે ભગવાન રામની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને સાથે જ ઢોલ નગારા પણ વગાડવામાં આવે છે. 
 
સૌથી ખાસ વાત તો છે કે આ વર્ષે રામ નવમીના દિવસે અનેક દુર્લભ યોગ બની રહ્યા છે. જેને કારણે આ દિવસનુ મહત્વ વધી ગયુ છે. આવામાં આવો જાણીએ ક્યારે ઉજવાશે રામ નવમી ? સાથે જ જાણો રામ નવમી પર ઊજા મુહૂર્ત, પૂજા વિધિ અને શુભ યોગ. 
 
 ક્યારે ઉજવાશે રામ નવમી 2023 ?  (When is Ram Navami)
 
 આ વર્ષે રામ નવમી 30 માર્ચના રોજ ઉજવાશે. ઉલ્લેખનીય છે કે રામ નવમીનો આ તહેવાર દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના નવમાં દિવસે ઉજવાય છે. 
 
રામ નવમી પૂજા મુહૂર્ત   (Ram Navami Puja Muhurat)
 
ચૈત્ર માસ 2023 ની નવમી તારીખ શરૂ  : 29 માર્ચ, 2023, રાત્રે 09.07 થી
ચૈત્ર મહિના 2023 ની નવમી તારીખ સમાપ્ત  : 30 માર્ચ, 2023, રાત્રે 11.30 વાગ્યે
રામ નવમી 2023 માટે અભિજીત મુહૂર્ત: 30 માર્ચ, 2023, સવારે 11.17 થી બપોરે 1.46 વાગ્યા સુધી
રામ નવમી 2023 કુલ પૂજા સમયગાળો: 2 કલાક 28 મિનિટ
 
રામ નવમી 2023 શુભ યોગ  (Ram Navami 2023 Shubh yoga)
 
આ વર્ષે રામ નવમી પર ગુરુ પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને ગુરુવારનો સંયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં રામનવમીના દિવસે આ પાંચ યોગ હોવાથી ભગવાન રામની ઉપાસનાનું જલ્દી ફળ મળે છે. આ સાથે જ આ દિવસે કરેલા કાર્યોમાં સફળતા પણ મળશે.
 
ગુરુ પુષ્ય યોગ - 30 માર્ચ, 2023, 10.59 - 31 માર્ચ, 2023, 06.13
અમૃત સિદ્ધિ યોગ - 30 માર્ચ 2023, 10.59 - 31 માર્ચ 2023, 06.13
સર્વાર્થ સિદ્ધિ યોગ - આખો દિવસ
રવિ યોગ - આખો દિવસ
 
ગુરૂવાર - ઉલ્લેખનીય શ્રીરામ ભગવાન વિષ્ણુના 7મા અવતાર છે. રામ નવમીના દિવસે ગુરૂવાર આવી રહ્યો છે અને ગુરૂવાર ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. આવામાં રામનવમીનુ મહત્વ વધુ વધી ગયુ છે. 
 
રામ નવમી પૂજા વિધિ  (Ram Navami 2023 Puja Vidhi)
 
રામ નવમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન વગેરેથી નિવૃત થઈને ભગવાન રામનુ ધ્યાન કરો અને વ્રત રાખવાનો સંકલ્પ લો. ત્યારબાદ પૂજાની થાળીમાં તુલસીના પાન અને કમળનુ ફુલ જરૂર મુકો. રામલલાની મૂર્તિને માળા અને ફુલથી સજાવીને પારણામાં ઝુલાવો. ત્યારબાદ રામનવમીની પૂજા વિધિવિધાનથી કરો. આ સાથે જ રામાયણનો પાઠ અને રામ રક્ષાસ્ત્રોતનો પણ પાઠ કરો.  ભગવાન રામને ખીર, ફળ અને અન્ય પ્રસાદ ચઢાવો. પૂજા બાદ ઘરની સૌથી નાની કન્યાના માથા પર તિલક લગાવો અને શ્રી રામની આરતી ઉતારો. 
 
પૂજા વગેરે બાદ હવન કરવાનુ પણ વિધાન છે. આ દિવસે તલ, જવ અને ગૂગળને મિક્સ કરીને હવન કરવુ જોઈએ.  હવનમાં જવ ના મુકાબલે તલ બમણા હોવા જોઈએ અને ગૂગળ વગેરે હવન સામગ્રી જવને બરાબર હોવી જોઈએ.  રામ નવમીના દિવસે ઘરમાં હવન વગેરે કરવાથી ઘરની અંદર કોઈપણ પ્રકારની અનિષ્ટ શક્તિનો પ્રવેશ થઈ શકતો નથી અને ઘરની સુખ-સમૃદ્ધિ સદૈવ કાયમ રહે છે.