શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (12:10 IST)

રાજકોટથી નિકળી મા ખોડલની 40 કિમી લાંબી શોભાયાત્રા, ભક્તોએ હાઈવે પર ગરબા રમ્યાં

ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ આજથી થઇ રહ્યો છે. આજે મંદિરમાં સ્થાપિત થનાર મા ખોડલ સહિત 21 મૂર્તિઓ સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરમાંથી શોભાયાત્રરૂપે નીકળીને બપોરે 1 સુધીમાં કાગવડ પહોંચશે. મંદિરની મુખ્ય મા ખોડલની મૂર્તિ રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે રાખવામાં આવી હતી. મા ખોડલને આવકારવા માટે લાખો લેઉવા પટેલ સમાજના લોકો રેસકોર્ષ મેદાન ખાતે ઉમટી પડ્યા હતા. સવારે 7 વાગે નાસિક અને મહારાષ્ટ્રના ઢોલ અને તાંસા સાથે 50 વાદ્યકારોની ટીમે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. 3000 કાર, 7000 બાઇક અને 75 ફ્લોટ સાથે શોભાયાત્રા નીકળી હતી.  શોભાયાત્રા ગોંડલ ચોકડી આગળ પહોંચી હતી ત્યારે યુવતીઓએ ડીજેના તાલે હાઇવ પર જ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં રાત્રીથી જ લેઉવા પટેલ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. સવારે 7 વાગે ખોડલધામના નરેશ પટેલ અને કેશુભાઇ પટેલે દીપ પ્રાગટ્ય કરી મા ખોડલની આરતી ઉતારી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારૂ સ્વપ્ન આજે પૂરુ થયું હોવાથી ખૂબ જ ખુશ છું. દરેક સમાજના લોકોનો હું આભાર માનુ છું. શોભાયાત્રાના પ્રસ્થાન સમયે કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ખોડિયાર માતાજીના આશિર્વાદ લેવા આવ્યો છું. લોકો ધાર્મિક બને તે સારૂ છે. આ કોઇ રાજકીય મંચ નથી પરંતુ ધાર્મિક ઉત્સવ છે. રાજકોટથીમાં ખોડિયાર માતાજીની મૂર્તિને એક લાખથી વધારે લોકો વાજતે ગાજતે લઇ કાગવડ બપોરના એક વાગે પહોંચશે. આ શોભાયાત્રામાં 1 હજાર બુલેટ, 4 હજાર કાર, 10 હજાર બાઇક, 75 ફ્લોટ્સ, મહિલા સમિતિની 151 બસ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું છે. એક લાખથી વધારે લોકો શોભાયાત્રામાં જોડાયા છે. આ શોભાયાત્રા 35થી 40 કિલોમીટર જેટલી લાંબી છે. રાજકોટથી નીકળેલી શોભાયાત્રા 40 કિલસોમીટર  લાંબી છે. આ શોભાયાત્રા ખોડલધામ પહોંચશે ત્યારે ગોલ્ડન બુકનો રેકોર્ડ નોંધાશે.