1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: નવી દિલ્‍હી , બુધવાર, 30 માર્ચ 2016 (08:05 IST)

100, 101, 102 જેવી સુવિધા બંધ થશે, ઇમરજન્‍સી સેવાઓ માટે એક યુનિર્વસલ નંબર 112ને મંજુરી

: અમેરિકામાં જે રીતે 911 ડાયલ કરવાથી જે પ્રકારની ઇમરજન્‍સીની સેવાઓ મળે છે તેવી સુવિધા હવે ભારતમાં શરૂ થવાની છે. એક જ ફોન નંબરથી ઇમરજન્‍સી સેવાઓ મળી શકે એવા પ્રસ્‍તાવને ટેલીકોમ આયોગની ઇન્‍ટરમીનીસ્‍ટ્રીયલ સમિતિએ પોતાની મંજુરી આપી દીધી છે. ટુંક સમયની અંદર જ લોકોને પોલીસ, એમ્‍બ્‍યુલન્‍સ અને ફાયર બ્રિગેડ વિભાગની સુવિધા એક જ નંબર 112 ઉપરથી મળી શકશે.

   નવી સુવિધા પ્રત્‍યે જાગૃતતાને જોતા તમામ વર્તમાન ઇમરજન્‍સી સેવાઓના નંબર આ સુવિધાની શરૂઆત થયાના એક વર્ષની અંદર હટાવી દેવાશે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ટેલીકોમના એક જ ઇમરજન્‍સી નંબર 112 સંબંધી ટ્રાઇના સુચનને સ્‍વીકાર કરી લેવામાં આવેલ છે. હવે તેનો મુસદ્દો ટેલીકોમ વિભાગ દ્વારા કરવામાં આવશે અને તેને ટેલીકોમ મંત્રી રવિશંકર પ્રસાદની મંજુરીની જરૂર પડશે. આ બધુ એક મહિનાની અંદર શરૂ થઇ જશે.

   દેશમાં ઇમરજન્‍સી સેવાઓ માટે આ પ્રકારના અનેક નંબર છે જેમ કે પોલીસ માટે 100, ફાયર બ્રિગેડ માટે 101, એમ્‍બ્‍યુલન્‍સ માટે 102 અને ઇમરજન્‍સી મેનેજમેન્‍ટ માટે 108 છે. આ સિવાય અનેક રાજયોમાં નાગરિકોની વિશેષ શ્રેણીની સહાયત માટે અલગ-અલગ નંબર છે. જેમ કે, દિલ્‍હીમાં મહિલાઓ માટે 181, બાળકો અને મહિલાઓ ગુમ થાય તો તે માટે 1094, યુપીમાં પોલીસ હેડ કવાટર હેલ્‍પલાઇન 1090 વગેરે છે.