બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 5 જૂન 2022 (22:36 IST)

GSEB ધોરણ 12નુ પરિણામ 2022 - ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર , આ રીતે ચેક કરો 12th Result

GSEB 12મું પરિણામ 4 જૂનના રોજ સવારે 8 વાગ્યે

12th result
Gujarat Board GSEB HSC Result 2022, GSEB 12th General stream Result 2022 Declared LIVE Updates: ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (GSEB) એ આજે ​​04 જૂન, 2022 ના રોજ ગુજરાત બોર્ડ SSC ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ગુજરાત બોર્ડ 12મા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુલ 3,35,145 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 86.91 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.

ગુજરાત બોર્ડ 12માંનુ પરિણામ 2022 ચેક કરવા માટે gseb.org પર જાવ 
 
- હોમપેજ પર જઈને GSEB HSC Commerce and Arts Result 2022  લિંક પર ક્લિક કરો 
- તમારો રોલ નંબર અને ડેટ ઓફ બર્થ નાખીને સબમિટ પર ક્લિક કરો 
- તમારા સ્ક્રીન પર પરિણામ આવી જશે. 
- નીચે ડાઉનલોડ પર ક્લિક કરીને પીડીએફ ડેક્સટોપ/મોબાઈલ પર સેવ કરી શકો છો કે પ્રિંટ આઉટ લઈ શકો છો. 

છોકરાઓ કરતાં છોકરીઓએ સારું પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થિનીઓની પાસ થવાની ટકાવારી 89.23% હતી જ્યારે વિદ્યાર્થિઓની પાસ થવાની ટકાવારી 84.67% હતી. સાથે જ 1064 શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે. માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ગુજરાત HSC બોર્ડની પરીક્ષામાં હાજર થયેલા વિદ્યાર્થીઓ હવે બોર્ડની અધિકૃત વેબસાઇટ gseb.org પર જઈને તેમનું પરિણામ (GSEB HSC પરિણામ 2022) જોઈ શકે છે. પરિણામ ચકાસવા માટે, વિદ્યાર્થીઓએ તેમનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે.

100 ટકા પરિણામ આવ્યું
આ વખતે સુબીર,છાપી, અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લાવનારું કેન્દ્ર ડભોઈ છે, જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું છે. જ્યારે એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલમાં 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે.
 
એજ્યુકેશન કોન્ફરન્સ 2022 ને કારણે પરિણામ જાહેર ન થયું
શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, જૂન મહિનામાં શરૂઆતમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો, જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો વ્યસ્ત હતા. એને કારણે પરિણામ જાહેર કરી શકાયું ન હતું. હવે કોન્ફરન્સ પૂરી થતાં અધિકારીઓ અને શિક્ષકો પરિણામના કામમાં લાગ્યા હતા અને આવતીકાલે 4 જૂને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 6 જૂને ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થશે. દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ gseb.org પર પણ પરિણામ જાહેર થશે. એ બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.

અમદાવાદ શહેરનું 79.87 અને ગ્રામ્યમાંનું 81.92% પરિણામ
અમદાવાદ શહેરનું 79.87 અને ગ્રામ્યમાંનું 81.92% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 106 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ગ્રામ્યમાં 101 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.
 
રાજકોટ જિલ્લાનું 88.72% પરિણામ
રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 99.34 ટકા વાંગધ્રા કેન્દ્રનું અને સૌથી ઓછું રાજકોટ સેન્ટ્રલ જેલનું 0 ટકા રિઝલ્ટ છે રાજકોટ સેન્ટ્રલ જેલમાં એક કેદીએ પરીક્ષા આપી હતી અને તે પણ ફેલ થતા શૂન્ય પરિણામ આવ્યું છે.રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 402 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 2558 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 4166 વિદ્યાર્થીઓ, B2માં 4876 વિદ્યાર્થીઓ, C1 ગ્રેડમાં 3811 વિદ્યાર્થીઓ, C2 ગ્રેડમાં 1562 વિદ્યાર્થીઓ D1 ગ્રેડમાં 12 વિદ્યાર્થીઓ અને E1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. સુરત બાદ રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.
 
સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ
સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતના 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં પરિણામ જોયા બાદ સાફા પહેરી ગરબા કર્યા હતા. 
 
વડોદરા જિલ્લાનું 76.49 ટકા પરિણામ
વડોદરાનું રાજ્યમાં સૌથી ઓછુ 76.49 ટકા રિઝલ્ટ આવ્યું છે. જેને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ નિરાશ થયા છે.વડોદરા જિલ્લામાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ આવ્યું છે તો,વડોદરા સેન્ટ્રલ જેલ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે.