ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (17:33 IST)

રાજકોટમાં અમુલ ઈન્ડસ્ટ્રીઝમાં પગાર પ્રશ્ને 2 કર્મીઓએ કલેકટર કચેરીમાં ઝેરી દવા પીધી

office over salary
રાજકોટના આજી GIDCમાં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ પગાર ન મળતા હડતાળ પર ઉતરી આવ્યા હતા અને કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈ સુત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં કર્મચારીઓ એકત્ર થઈ ધરણા કર્યા હતા. જે પૈકી બે કર્મીઓએ ઝેરી ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જેને પગલે પોલીસકર્મીઓએ બન્નેને અટકાવ્યા હતા. એ સમયે પણ બન્ને કર્મીઓએ રસ્તા પર આળોટીને પોતાની માંગ પૂર્ણ કરવાની રજુઆત મીડિયા સમક્ષ કરી હતી. રાજકોટના આજી GIDCમાં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ રાજકોટની કલેકટર કચેરીમાં ધરણા કર્યા હતા. જ્યાં રમેશ બકુત્રા અને ગિરધર સોલંકી નામના કર્મીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રસ્તા પર આળોટતા રમેશ બકુત્રાએ મીડિયાને જણાવ્યું હતું કે, આજી GIDCમાં સ્ટવ બનાવતી અમુલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં કામ કરતા 450 કામદારો કંપનીની સામે જ ધરણા કરવા કલેકટર કચેરીમાં આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કંપનીના માલિક સુરેશ કેશવજી સંતોકી દ્વારા છેલ્લા 3 મહિનાથી તેમના હક્કનો પગા૨ આપવામાં આવ્યો નથી અને છેલ્લા 21 મહિનાથી પગા૨ની રકમમાંથી પીએફ કપાઈ જાય છે પણ ખાતામાં જમા થતું નથી આ બાબતે અનેક વખત પુછતાં યોગ્ય પ્રત્યુત૨ આપવામાં આવતો નથી જેને લઈને CM અને ગૃહમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છતાં તંત્ર દ્રારા કંપની સામે કોઈ કાર્યવાહી ક૨વામાં નથી આવી. જેને પગલે રોષે ભરાયેલા કામદારો આજે કલેકટર કચેરી આવ્યા હતા.

આ પૂર્વે અમુલ ઈન્ડસ્ટ્રીઝના માલિક સુરેશ સંતોકીના ઘર સામે પણ ધરણા કરી દેખાવો ર્ક્યા હતાં. એ વખતે કંપની સામે 450 જેટલા કામદારો ભૂખહળતાળ પર બેસી પોતાના હકકના પૈસા માગી ૨હયાં હતા. છતાં કોઈ ફેર પડ્યો ન હતો. ત્યારે અમારી એટલી જ માંગ છે કે આ મામલે સ૨કા૨ પણ મધ્યસ્થી કરી કંપનીના કર્મચારીઓના પગારની અને પીએફની રકમ અપાવે.