રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 30 ઑગસ્ટ 2020 (09:41 IST)

સરદાર સરોવરના 23 ગેટ ખોલાયા, આસપાસના ગામોમાં એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સજાય રહી છે.સતત  વરસાદને કારણે ગુજરાતના અનેક ડેમ ભરાયા છે. જેને કારણે આસપાસના વિસ્તારોમાં ભય વધ્યો છે. ભયને જોતા શનિવારે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર ડેમના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે સરદાર સરોવર ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
 
પાણી છોડતા પહેલા ભરૂચ ગામને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમના નિર્માણ બાદ બીજી વાર 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. અગાઉ નર્મદા સરદાર સરોવર ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. સરદાર સરોવર ડેમ હાલમાં 130 મીટરની ઉપરથી વહી રહ્યુ  છે. નર્મદાની આજુબાજુના 30 ગામોને એલર્ટ કરાયા છે.
 
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી એક-બે દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર હજુ વધવાની શક્યતા  છે. જેને ધ્યાનમાં રાખીને દરવાજા ખોલવાની સૂચના આપવામાં આવી છે.
 
બીજી તરફ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીનો પવાહ સતત વધી રહ્યો હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદાની આજુબાજુના ઘણા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.