મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (11:40 IST)

વડા પ્રધાને સરદાર સરોવર ડૅમ પર બટરફ્લાય પાર્ક ખુલ્લો મૂક્યો

સરદાર સરોવર ડૅમ દરવાજા બંધ થયા બાદ પ્રથમ વખત તેની ઐતિહાસિક સપાટી 138.68 મીટરે પહોંચ્યો છે.
આ સમયે ગુજરાત સરકાર 'નમામિ દેવી નર્મદે મહોત્સવ'ની ઉજવણી કરી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે.
સરદાર સરોવર પહોંચ્યા બાદ મોદી કેવડિયા ખાતે આવેલી ઈકો-ટુરિઝમ સાઇટને જોવા પહોંચ્યા હતા.
 
અહીં વડા પ્રધાન મોદી નર્મદાની પૂજા અને આરતી કરશે. જે બાદ વડા પ્રધાન આ કાર્યક્રમમાં ભાષણ આપશે.
સરદાર સરોવર ખાતે આવેતા કેકટસ ગાર્ડનની પણ નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી.
 
ગત રાત્રે વડા પ્રધાન અમદાવાદ પહોંચ્યા હતા અને તે બાદ તેઓ આજે હેલિકૉપ્ટર દ્વારા સરદાર સરોવર ડૅમ પહોંચ્યા હતા.
સરદાર સરોવર ડૅમ પહોંચ્યા બાદ મોદીએ જંગલ સફારીની મુલાકાત પણ લીધી હતી.
 
અહીં મોદી સાથે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ અને ગુજરાતના રાજ્યપાલ પણ છે.