ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 નવેમ્બર 2022 (11:10 IST)

મગજ ફરી જાય એવી તસ્કરીની મોડસ ઓપરેન્ડી, અમદાવાદ એરપોર્ટ પરથી 23 કિલો સોનું ઝડપાયું

અમદાવાદ એરપોર્ટ જાણે ડ્રગ્સ અને સોનાની તસ્કરીનું હબ ગયું હોય એવું લાગી રહ્યું છે. અવાર નવાર એરપોર્ટ પરથી સોનું અને ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. ત્યારે મંગળવારે અરેબિયાની ફ્લાઇટ્માં શારજહાંથી આવેલા ત્રણ મુસાફરોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાંથી બે મુસાફરોના કમરમાં બેલ્ટની અંદર પેસ્ટ બનાવીને મોટો પ્રમાણમાં સોનું છુપાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ મુંબઇ એરપોર્ટ પરથી એક મુસાફર 61 કિલો સોનું બેલ્ટમાં સંતાડીને લાવ્યો હતો. હવે આ જ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવેલું સોનું ઝડપી પાડૅવામાં આવ્યું છે. 
 
એર અરેબિયાની ફલાઇટમાં શારજહાંની ફલાઇટ વહેલી સવારે લેન્ડ થઇ હતી. ત્યારે હાજર અધિકારીઓએ શંકાસ્પદ હિલચાલના આધારે ત્રણ વ્યક્તિને અટકાવીને પૂછપરછ કરી હતી. તેમણે યોગ્ય જવાબ ન આપતાં અધિકારીઓને શંકા ગઇ હતી અને તેમની તપાસ કરી હતી. પરંતુ બેગમાંથી કશું મળ્યું ન હતું પરંતુ આ દરમિયાન બીપ અવાજ આવતા બે મુસાફરે કમરમાં પહેરેલા બેલ્ટમાં સોનાની 23 કિલો પેસ્ટ મળી આવી હતી.