ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 માર્ચ 2024 (11:34 IST)

ગોંડલ સ્વામિનારાયણ ગુરુકુલમાં નાસ્તો ખાધા બાદ 275 લોકોને ફૂડ પોઇઝનની અસર

food poisoning after in Gondal Swaminarayan Gurukul
food poisoning after in Gondal Swaminarayan Gurukul


-  BAPS ગુરુકુલમાં 75 પ્રવાસી, 200 છાત્રોને ફૂડ પોઇઝનિંગની અસર 
- આણંદ, નડિયાદ, ગાંધીનગરના પ્રવાસીઓને કાગવડ જતા રસ્તામાં અસર 
-  28થી વધુ પ્રવાસીઓની તબિયત લથડતા તમામને વિરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

ગોંડલ BAPS ગુરુકુલમાં 75 પ્રવાસી, 200 છાત્રોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. આણંદ, નડિયાદ, ગાંધીનગરના પ્રવાસીઓને કાગવડ જતા રસ્તામાં અસર થઈ છે. જેમાં શહેરની ત્રણ હોસ્પિટલમાં ખસેડાયા છે. સવારના ઢોકળાનો નાસ્તો કર્યા બાદ અસર થઇ છે.

ઝાડા, ઊલટી સાથે નબળાઇની ફરિયાદ થઇ છે જેમાં તમામ ભયમુક્ત હોવાનો દાવો છે.ગોંડલની પ્રતિષ્ઠિત બીએપીએસ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુલમાં સવારે નાસ્તો ખાધા બાદ અંદાજે 75 પ્રવાસી અને 200 વિદ્યાર્થીઓ સહિત 275ને ફૂડ પોઇઝનની અસર થતા ગુરુકુલના સંચાલકોમાં દોડધામ મચી હતી. અસરગ્રસ્ત વિદ્યાર્થી-પ્રવાસીઓને તાબડતોડ શહેરની બે ખાનગી અને એક સરકારી સહિત ત્રણ હોસ્પિટલમાં તબીબી સારવાર શરૂ કરાઇ હતી. જ્યાં પરિસ્થિતિ કાબૂ હેઠળ હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું.

ઢોકળાનો નાસ્તો કર્યા બાદ 75 પ્રવાસી અને 200 જેટલા વિદ્યાર્થીઓને ઝાડા ઉલ્ટી અને નબળાઇની અસર થતા ગુરુકુલના મુખ્ય સંચાલક નિર્ભયસ્વામી સહિતના સંતોએ તાબડતોડ ખાનગી તબીબોને જાણ કરતા મેડિકલ ટીમ સાથે દોડી આવેલા તબીબોએ ગુરુકુલમાં જ બાટલા ચડાવી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર શરૂ કરી હતી. બાદમાં કેટલાક વિદ્યાર્થી અને પ્રવાસીઓને બે ખાનગી હોસ્પિટલ અને એક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રિ ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ 75 પ્રવાસીઓને ફુડ પોઈઝનિંગની અસર થઇ હતી. ફૂડ પોઇઝનિંગને પગલે 28થી વધુ પ્રવાસીઓની તબિયત લથડતા તમામને વિરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પ્રવાસીઓ આણંદ, નડિયાદ, ગાંધીનગરના છે અને તેઓ ગોંડલથી કાગવડ ખોડલધામ જઇ રહ્યા હતા તે સમયે રસ્તામાં તેમની તબિયત લથડી હતી.