શનિવાર, 16 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 12 જૂન 2024 (17:22 IST)

બાળક અકસ્માત કરે તો વાહન માલિકને 3 વર્ષની સજા: ટ્રાફિક DCP સફિન હસન

latest news in gujarati
latest news in gujarati
રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં અમદાવાદમાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે પહેલાથી જ સાવધાની રૂપે અમદાવાદના શ્યામાપ્રસાદ મુખર્જી હોલ પર સલામત શાળા અભિયાન યોજાયું હતું. જેમાં સ્કૂલ સંચાલકો, ફાયર સેફ્ટી, RTO અને ટ્રાફિક પોલીસ સહિતના વિભાગના મુખ્યકર્તાઓ હાજર રહ્યા હતા. અભિયાનમાં બાળક વાહનમાં બેસી અભ્યાસ કરવા જાય ત્યાંથી લઈ પરત ફરે ત્યાં સુધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. RTO દ્વારા આવતીકાલથી સ્કૂલવર્ધીના વાહનોમાં તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા સોમવારથી ડ્રાઇવ યોજવામાં આવશે.
 
બાળકો અકસ્માત કરે તો જેના નામે વાહન હશે તેને 25 હજારનો દંડ
ટ્રાફિક પોલીસ DCP સફિન હસને જણાવ્યું હતું કે, બાળક અકસ્માત કરશે તો વાહનના માલિકને દંડ સહિત 3 વર્ષની સજા કરવામાં આવશે. તેમજ RTO અને ટ્રાફિક પોલીસ વિભાગ સ્કૂલ બહાર આવતીકાલથી ડ્રાઈવ શરૂ કરશે.બાળકો RTO માન્ય વાહનોમાં સ્કૂલે પહોંચે તે જરૂરી છે. ફાયર સેફ્ટી, નિયત કરેલ ઝડપે સ્કૂલ બસ ચલાવવી પડશે. 16થી વધુ ઉંમરના બાળકો ગિયર વિનાના વાહન ચલાવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ગિયર વાળા વાહનો ચલાવવા 18 વર્ષથી વધારે ઉંમર હોવી જરૂરી છે. લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો દંડ કરવામાં આવશે. બાળકો અકસ્માત કરે તો જેના નામે વાહન હશે તેને 25 હજારનો દંડ અને ત્રણ વર્ષની સજા થશે.
 
ચાલુ વાહને મોબાઈલ ઉપયોગ કરનારની ખેર નહીં
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જે.જે પટેલે જણાવ્યું હતું કે, સ્કૂલ વાન અને રીક્ષાનું રજીસ્ટ્રેશન ચાલુ છે. 800 જેટલી વાનની રજિસ્ટ્રેશન થયું છે. રોજની 40 એપ્લિકેશન આવી રહી છે. તમામ સંચાલકોને સૂચના આપવામાં એવી છે કે સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોને ફરજીયાત મંજૂરી લેવડાવવામાં આવે. કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવાનો પ્રશ્ન નથી. સોમવારથી ટ્રાફિક પોલીસ સરપ્રાઇઝ ચેકિંગ કરશે. ચાલુ વાહને પણ મોબાઇલનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરાશે.