શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (10:38 IST)

યુદ્ધના વાતાવરણમાં અમે બધા ખૂબ જ ભયભીત અને ડરી ગયા હતા. ભારત સરકારે અમને સફળતાપૂર્વક અમારા ઘરે પાછા લાવીને એક મહાન કાર્ય કર્યું

યૂક્રેનથી પરત ભર્યા 40 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ, જાણો શું કહ્યું 
 
યૂક્રેનમાં યુદ્ધના લીધે ભયનો માહોલ છે. એવામાં અનેક સવાલ ઉદભવી રહ્યા છે કે ભારત સરકાર ત્યાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટે શું કરી રહી છે. એવામાં શનિવારે મોડી સાંજે ભારત આવેલા નાગરિકો પ્રથમ ફ્લાઇટ મુંબઇ લેન્ડ થઇ હતી. આ ફ્લાઇટમાં 219 ભારતીય નાગરિકો સાથે 40 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમનું સ્વાગત કરવા માટે પીયૂષ ગોય મુંબઇ એરપોર્ટ પર પહોંચી અને તેમને હિંમત આપી હતી. 
 
યુદ્ધ વચ્ચેથી સફળતાપૂર્વક સ્વદેશ પરત ફરેલા વિદ્યાર્થીઓના આગમન પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એરપોર્ટ પર કહ્યું કે આ સંકટની શરૂઆતથી જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનમાં ફસાયેલા દરેક ભારતીયને પરત લાવવાનો હતો. 219 વિદ્યાર્થીઓ અહીં પહોંચ્યા છે. આ પહેલી બેચ હતી, બીજી ટૂંક સમયમાં દિલ્હી પહોંચશે. જ્યાં સુધી તેઓ બધા ઘરે પાછા ન આવે ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.
 
જોકે જ્યારે યુદ્ધની વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓ સફળ ભારત પહોંચ્યા ત્યારે તેમની આંખો ભીની હતી અને તેઓ ખૂબ જ હળવાશ અનુભવી રહ્યા હતા. ત્યાંથી પરત ફરેલા એક વિદ્યાર્થીએ કહ્યું કે અમને ભારત સરકારમાં પૂરો વિશ્વાસ છે. પરંતુ યુદ્ધના વાતાવરણમાં અમે બધા ખૂબ જ ભયભીત અને ડરી ગયા હતા. ભારત સરકારે અમને સફળતાપૂર્વક અમારા ઘરે પાછા લાવીને એક મહાન કાર્ય કર્યું છે. તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓની આ વાપસી ઓપરેશન ગંગા હેઠળ થઈ છે.