બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 માર્ચ 2021 (17:15 IST)

એક જ પરિવારના 5 લોકોએ કરી આત્મહત્યા

બિહારના સુપૌલમાં એક જ પરિવાર સાથે જોડાયેલા 5 લોકોની સામૂહિક આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. સુપૌલના રાઘોપુરમાં રહેતા આ પરિવાર આર્થિક સંકડામણમાં મુકાઈ ગયો હોવાનું માનવામાં આવે છે, જોકે પોલીસે સત્તાવાર રીતે કંઇ કહ્યું નથી અને આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. શુક્રવારે મોડી રાત્રે પરિવારમાં રહેતા માતા-પિતા અને તેમના ત્રણ બાળકોએ  ફાંસી આપીને આપઘાત કરી લીધો હતો. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે અને ફોરેન્સિક્સની એક ટીમ પણ સ્થળ ઉપર બોલાવવામાં આવી છે.
 
પોલીસે જણાવ્યું કે, રાઘોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગડ્ડી વોર્ડ -12 માં રહેતા પતિ, પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર એક જ રૂમમાં લટકતા મળી આવ્યા છે. મૃતક પરિવારમાં પિતાનું નામ મિશ્રીલાલ સાહ કહેવામાં આવી રહ્યું છે. આખો પરિવાર છેલ્લે શનિવારે જોવા મળ્યો હતો. ત્યારબાદ પાડોશના લોકોએ પરિવારના સભ્યોને બહાર આવતાં જોયા ન હતા. શુક્રવારે મોડી સાંજે આશંકા બાદ પડોશીઓએ પોલીસને પોલીસને જાણ કરી હતી. જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે આખો પરિવાર અંદર લટકતો જોવા મળ્યો હતો
 
આત્મહત્યા પાછળનું કારણ સ્પષ્ટ નથી
રાઘોપુરના એસપી મનોજ કુમારે પણ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની માહિતી લીધી હતી. તેમણે કહ્યું કે આત્મહત્યા પાછળનું કારણ હજી સ્પષ્ટ નથી થયું અને એફએસએલ ટીમની પણ તપાસ કરવામાં આવી રહી છે.. પડોશના લોકોએ જણાવ્યું છે કે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને છેલ્લા બે વર્ષથી તેમની જમીન વેચીને જીવન ગુજારતો હતો. પરિવારજનો કોલસો વેચવાનો ધંધો કરતા હતા જે લોકડાઉનમાં બંધ હતો. પરિવારે આજુબાજુના લોકોને મળવાનું પણ બંધ કરી દીધું હતું. મૃતકોમાં મિસરીલાલ સહ, તેની પત્ની રેણુ દેવી અને તેમની બે સગીર પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે.