શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 જુલાઈ 2023 (17:28 IST)

જૂનાગઢમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

junagadh
junagadh

જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ.. છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસી રહ્યો છે વરસાદ.. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું.. જૂનાગઢમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી.. કલેક્ટર ,એસપી ,મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા ઉપર.. જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ.. હજુ પણ વરસાદનું જોર યથાવત.. લોકોને ઘરની બહાર  નહીં નીકળવા તંત્રની અપીલ


જૂનાગઢમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. છેલ્લા ચાર કલાકથી જૂનાગઢમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઈંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસી ગયું છે. જૂનાગઢમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વાહનચાલકો રસ્તા પર અટવાઇ ગયા છે. ત્યાં જ જે કાર કે બાઇકો રસ્તા પર પાર્ક કરવામાં આવ્યા હતા. તે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઇ ગયા છે.


જૂનાગઢમાં ધોધમાર વરસાદ બાદ કલેક્ટર, એસપી, મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન છે. હજુ પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. જેથી સરકારી તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર નહીં નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.જૂનાગઢમાં અતિભારે વરસાદને લીધે બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. 15 વર્ષ પછી ભારે પૂરથી જૂનાગઢમાં અતિભયાનક દ્રશ્યો સર્જાયા છે. જૂનાગઢમાં જ્યાં જુઓ ત્યાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઘણા લોકોની કાર પણ આ પૂરમાં તણાઇ ગઇ છે.જૂનાગઢ-ગિરનાર પર્વત પર અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. ભવનાથથી મજેવડી દરવાજા તરફ જતા રસ્તા પર પાણી ભરાયાં છે. રસ્તામાં પાણી ભરાતા કેટલાક લોકો ફસાયા હતા. ભવનાથમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.