બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃષિકા ભાવસાર|
Last Modified: સોમવાર, 7 નવેમ્બર 2022 (13:23 IST)

ગુજરાત બોર્ડરની તમામ ચેક પોસ્ટ પર પોલીસ સહિતની એજન્સી તૈનાત

gujarat vidhansabha
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સદર્ભમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને ગુજરાત પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સી એક્શન મોડમાં આવી છે.  રાજ્ય પોલીસ વડાએ આજે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ  તેમજ નોડલ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજીને ચૂંટણી પંચની તમામ ગાઇડલાઇનનો કડક અમલ થાય તે માટે સુચના આપી હતી. જેમાં ગુજરાતને જોડતી તમામ ચેક પોસ્ટ અને કોસ્ટલ એરિયામાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને સાથે રાખીને પેટ્રોલીંગ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સુચનાઓ અને આચાર સંહિતાનો  કડક અમલ થાય તે માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે રાજ્યના તમામ પોલીસ કમિશનર્સ,રેંજ આઇજી, પોલીસ અધિક્ષક અને  તમામ નોડલ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફન્સથી  બેઠક યોજી હતી.જેમાં ખાસ કરીને સરહદી જિલ્લાના  પોલીસ અધિકારીઓને નોડલ અધિકારીઓ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓની મદદ લઇને ચેક પોસ્ટ પર થતી શંકાસ્પદ વાહનોની મુવમેન્ટ પર નજર રાખવા સુચના આપી છે. 
check posts

આ ઉપરાંત, ચૂંટણી દરમિયાન અવ્યવસ્થા ફેલાવવા માટે કેટલાંક તત્વો આતંકી પ્રવૃતિ કે અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ કોસ્ટલ વિસ્તારથી ઘુષણખોરી કરીને કરી શકે છે. તેવા ઇનપુટ મળતા મરીન પોલીસને કોસ્ટ ગાર્ડની મદદ લઇને દરિયા કાંઠા વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરવા તાકીદ કરી છે.  આ ઉપરાંત, વોન્ટેડ આરોપીને પકડવા અને સ્થાનિક સ્તરે કાયદો-વ્યવસ્થાના અનુસંધાનમાં  સ્થાનિક પોલીસ, એસઓજી, ડી સ્ટાફ, ફર્લો સ્કોવ્ડને અસરકારક કામ કરવા કહેવાયુ છે.તેમજ હથિયારો ધરાવતા વ્યક્તિઓને તમામ હથિયારો તેમના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં સાત દિવસમાં જમા કરાવવા માટે પણ હુકમ કરાયો છે