રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 એપ્રિલ 2019 (17:50 IST)

ડિજીટલ ઈંડિયા ઈંટર્નશીપ માટે 30મી સુધીમાં કરો અપ્લાય

અમદાવાદ news -ટેકનિકલ ઈંસ્ટીટ્યૂટના સ્ટૂડેંટસને આ વખતે ડિજીટલ ઈંડિયા સ્કિન અંતર્ગત ઈંટર્નશીપ કરવાની તક મળશે. તેમને 20 કરતા વધારે વિદ્યાઓમાં ઈંટર્નશીપ કરાવાશે. તેને લઈને મિનીસ્ટ્રી ઑફ ઈંફોર્મેશન ટેકનોનોજી તરફથી સૂચનો જાહેર કરાયા છે. તેમાં કહેવાયું છે કે ઈચ્છુક સ્ટુડ્ન્ટસ 30 એપ્રિલ સુધીમાં ઑનલાઈન એપ્લીકેશન કરી શકે છે. તે પછી 16 મેના રોજ ઈંટર્નશીપ કરનારનું લિસ્ટ જાહેર થશે. આ ઈંટર્નશીપ વધુમાં વધુ 2 મહિનામી રહેશે. આ ઈનટર્નશીપ 31 મેથી 30 જુલાઈ સુધી ચાલશે. સ્ટૂડંટસને ક્લાઉડ, કમ્યુટિંગ સાયબર લો. ડિજીટલ ફોરેંસિક ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેંટ ફંકશન  ટેસ્ટિંગ, જિયોગ્રાફિક ઈમ્ફોર્મેશન સિસ્ટમ, હાર્ડવેર ઈંડસ્ટ્રી સહિતના  ફિલ્ડમાં ઈંટર્નશીપ મળશે.