રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 જુલાઈ 2022 (14:29 IST)

અમદાવાદ: દીવાલ ધરાશાયી થતાં 3ના મોત

અમદાવાદમાં આજે સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદની શરૂઆત સાથે જ લોકોના મનમાં રવિવારની યાદ તાજી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમાણા પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારો બેઝમેન્ટ વગેરેમાં આવેલી દુકાનો, પાર્કિંગ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું 
 
વરસાદના કારણે દીવાલ પડી હોવાનું જણાય છે. મજૂરો દીવાલ પાસે છાપરા બાંધીને રહેતા હતા. સવારે વરસાદમાં દીવાલ ધરાશાયી થતાં 5 લોકો દટાયા હતા. જેમાં ત્રણ મહિલાઓના મોત થયાં છે. દિવાલ પડી હોવાનો મેસેજ મળતાં અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં પાંચેક મહિલાઓ ફસાઈ હતી જેને અમે બહાર કાઢી અને બેભાન હાલતમાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા