રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ઑગસ્ટ 2018 (12:32 IST)

હવે અમદાવાદ પોલીસની આ ઝૂંબેશથી દારુડિયાઓ નહીં બચી શકે,

દારુડિયાઓને પકડવા માટે પોલીસની ઝુંબેશ અમુક ચોક્કસ સમયગાળા પુરતી નહીં રહે. હવે દરેક વીકેન્ડ પર અમદાવાદ પોલીસ દારુ પીને વાહન ચલાવનારા વાહનચાલકો પર નજર રાખશે.ટ્રાફિક પોલીસે શહેરના એવા 100 રસ્તાઓની યાદી બનાવી છે જ્યાં ‘ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ’ સામાન્ય બાબત છે. આ વિસ્તારોમાં પોલીસ દરેક વાહનચાલકની તપાસ કરશે. આ વિસ્તારોમાં એસજી રોડ, થલતેજ, અડાલજ અને નરોડા, ઓઢવ, ચાંગોદર જેવા વિસ્તારો શામેલ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પહેલા પોલીસ આવી તપાસ તહેવારોના સમયમાં જ કરતી હતી, પરંતુ હવે દરેક વીકેન્ડ પર તપાસ કરવામાં આવશે.પોલીસ કંટ્રોલ રુમમાંથી કાર ડ્રાઈવર્સ પર સ્પેશિયલ વૉચ રાખશે, અને જો કોઈ શંકાસ્પદ ગતિવિધી દેખાશે તો લોકલ પોલીસને જાણ કરવામાં આવશે. જે તે વિસ્તારના પોલીસ ઈન્સ્પેક્ટર્સ, ટ્રાફિકડ ડિપાર્ટમેન્ટ અને તેમની ટીમ બ્રેથ એનલાઈઝર્સનો ઉપયોગ કરીને વાહન ચાલકની તપાસ કરશે, અને જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં મળશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.શહેરના લગભગ 20 એન્ટ્રી પોઈન્ટ એવા છે જ્યાં પોલીસ ચાંપતી નજર રાખશે.