સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 માર્ચ 2023 (18:17 IST)

સુરતમાં BRTS રોડ પર એમ્બ્યુલન્સના ચાલકે CAના વિદ્યાર્થીને ઉડાવ્યો, ઘટના સ્થળે મોત

student accident
સુરતના સરથાણા વિસ્તારમાં સીએના વિદ્યાર્થીને બીઆરટીએસ રૂટ પર એમ્બ્યુલન્સના ચાલકે અડફેટે લઈ ઉડાવ્યો હતો. 5 ફૂટ દૂર ઉડી ને પડ્યા બાદ પ્રાણપંખેરું ઉડી ગયું હતું.સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિરની પાછળ શિવાય હાઈટ્સ ખાતે રહેતો અનિલ રાજેશ ગોધાણી અમદાવાદ ખાતે સીએનો અભ્યાસ કરતો હતો અને છેલ્લા 3 માસથી કાકા કુમનભાઇના ઘરે રહેતો હતો.

બુધવારે અનિલ તેની ફોઈના ઘરે હોળી રમવા ગયો હતો.સિમાડાનાકા ઉમંગ હાઈટ્સની સામે બીઆરટીએસ રોડ પર એમ્બ્યુલન્સનો ચાલક અડફેટમાં લઈ નાસી છુટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જપા પામી છે. ગંભીર રીતે ઘવાયેલા અનિલને સારવાર ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો છે.અમરોલી વિસ્તારમાં 17 વર્ષીય કિર્તન માંડલિયા કમ્પ્યૂટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. ગત રોજ મિત્રો સાથે વોટર પાર્કમાં નહાવા નીકળ્યો હતો. દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા કિર્તન અને તેના મિત્ર કલીમને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં કિર્તનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.