1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 નવેમ્બર 2022 (00:12 IST)

સુરતમાં AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી

surat aap
વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે સુરતમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દરમિયાન મંગળવારે અરવિંદ કેજરીવાલની સભામાં આપ અને પોલીસ વચ્ચે ઝપાઝપી ઘર્ષણના અહેવાલ મળ્યા છે. આજે કેજરીવાલે સુરતમાં રોડ શોનું આયોજન કર્યુ હતું. જો કે તેની પહેલા સિંગણપોર ચાર રસ્તા પર અરવિંદ કેજરીવાલની સભા પહેલા માથાકુટ થઈ. SMCના કર્મચારીઓએ બેનરો હટાવવતા મામલો ગરમાયો હતો.જેના પગલે પોલીસ અને આપના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા.મામલો એટલો ઉગ્ર બન્યો કે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા​​​​​​​
 
 દરમિયાન મામલો બિચકતા ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે જ આપની ચૂંટણી સભા દરમિયાન ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. દરમિયાન બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં અનેક વાહનોમાં તોડફોડ થઈ હતી.