શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 22 નવેમ્બર 2022 (15:47 IST)

ભાભી પર નણંદના પ્રહારઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પોતાને મત નહીં આપી શકે તો મતદારો કેવી રીતે આપશે ?

nayna ba
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગાંધીનગરની ગાદી કબજે કરવા માટે તમામ રાજકીય પાર્ટીઓ ગામડે-ગામડે સભાઓ ગજવી રહી છે. ત્યારે જામનગરમાં જાડેજા પરિવાર સામ-સામે આવી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાનાં મંત્રી અને રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજાના સ્પોર્ટમાં છે, જેને લઈને નયનાબાએ આજે રીવાબા પર આક્ષેપ કર્યા છે.

નયનાબાએ કહ્યું હતું કે રીવાબાએ ક્રમ નંબરમાં રીવાસી હરદેવસિંહ સોલંકીનું ઉપનામ આપ્યું છે અને રવીન્દ્રસિંહને બ્રેકેટમાં રાખ્યા છે. શું છ વર્ષમાં તેમને સરનેમ ચેન્જ કરવાનો સમય ના મળ્યો કે પછી ખાલી રવીન્દ્રસિંહના નામે પબ્લિસિટી મેળવવી છે?રીવાબા સામે આક્ષેપ કરતાં નયનાબાએ જણાવ્યું હતું કે રીવાબાનું મતદાન મથક રાજકોટમાં છે. તો તેમને રાજકોટના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવું જોઈએ, નહીં કે જામનગરના ઉમેદવાર તરીકે. તે આયાતી ઉમેદવાર છે, જો પોતે ખુદને મત નથી આપવાના તો અહીં કયા હકથી તમે મત માગો છો. ચૂંટણી બાદ તમે રાજકોટમાં જ રહેવાનાં છો, વધુ સમય તમે વિદેશના પ્રવાસે હોવ છો, તો તમે લોકોની સ્થિતિ કંઇ રીતે જાણશો. રીવાબાએ ઈવીએમ મશીનમાં પોતાનું નામ રીવાસી હરદેવસિંહ સોલંકી રાખ્યું છે રવીન્દ્રસિંહ જાડેજાનું નામ બ્રેકેટમાં છે. શું છ વર્ષમાં તેમને સરનેમ ચેન્જ કરાવવાનો સમય ન મળ્યો કે ખાલી પબ્લિસિટી માટે જ રવીન્દ્રસિંહના નામનો ઉપયોગ કર્યો?