સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 22 નવેમ્બર 2022 (09:38 IST)

આજે 93 બેઠકો પર ભાજપનું કાર્પેટ બોમ્બિંગ, ભાજપના 13 કેન્દ્રીય અને 4 પ્રદેશ નેતાઓ સભા ગજવશે

gujarat election
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબનો જામ્યો છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બંને તબક્કાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. એક તરફ નેતાઓ મતદારોને રીઝવવા ડોર-ટુ-ડોર પ્રચારથી લઈને જનસભાને સંબોધી રહ્યા છે. તો બીજી બાજુ હજુ પણ પક્ષપલટાનો સિલસિલો યથાવત છે.

આજે દિવસભર ભાજપનો ચૂંટણી પ્રચાર ચરમસીમાં પર રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે પ્રચારનો મહા પ્લાન તૈયાર કર્યો છે. ભાજપના ટોચના નેતાઓ 93 બેઠક પર 93 જનસભા સંબોધશે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ પ્રચાર થકી જનતાની નજીક પહોંચી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ સોશિયલ મીડિયા
દ્વારા આક્રમક પ્રચાર કરતી જોવા મળી રહી છે. જો કે આ પ્રચંડ પ્રચારની મતદારોના માનસમાં કેટલી અસર થશે,  તે તો ચૂંટણીના પરિણામ જ બતાવશે.વડાપ્રધાન મોદી 19 તારીખથી ગુજરાતના પ્રવાસે હતાં. પરંતુ ફરીવાર આવતીકાલથી તેઓ બે દિવસ ગુજરાત આવશે. 23 નવેમ્બરે તેઓ મહેસાણા, દાહોદ, વડોદરામાં રેલી કરશે. જ્યારે 24 નવેમ્બરે પાલનપુર, દહેગામ, અમદાવાદ ગ્રામ્યમાં સભા ગજવશે.હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુર, આસામના CM હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ ત્રણ-ત્રણ જનસભાઓ ગજવશે. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત, અજય ભટ્ટ, કૈલાશ ચોધરી પણ પ્રચાર સભાઓ સંબોધશે.ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે 4 રેલી સંબોધશે.